મુંબઈઃ કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નાકમાં લેવાતી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી – iNCOVACC ની કિંમતને મંજૂરી આપી દીધી છે. આ રસીને બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે. 18 વર્ષ અને તેનાથી ઉપરની વયનાં લોકો આ નેઝલ રસી લઈ શકશે. ખાનગી હોસ્પિટલોમાં આ રસી રૂ. 800ની કિંમતમાં અપાશષે જ્યારે સરકારી હોસ્પિટલોમાં રૂ. 325માં અપાશે.
iNCOVACC રસી આપવાનું આવતા જાન્યુઆરીના ચોથા સપ્તાહથી શરૂ કરાશે. જે લોકોએ કોવિશીલ્ડ અને કોવેક્સિન રસી લીધી હશે તેઓ હેટરોલોજસ બૂસ્ટર ડોઝ તરીકે આ નેઝલ વેક્સિન લઈ શકશે.
