કારમાં હેલ્મેટ ના પહેરવા બદલ ચલણ કાપીને દંડ વસૂલાયો

નવી દિલ્હીઃ રસ્તા પર કાર, બાઇક કે કોઈ પણ વાહન ચલાવતા સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવું નહીં કરવા પર પોલીસ અથવા ટ્રાફિક પોલીસ તમારું ચલણ કાપે છે. આ સિવાય ઓનલાઇન પણ ચલણ કાપવામાં આવે છે. જોકે હાલ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક કારમાં બેઠેલી વ્યક્તિનું ચલણ એટલા માટે કાપવામાં આવ્યું, કેમ કે તેણે હેલ્મેટ નહોતું પહેર્યું.

આ અજીબોગરીબ કિસ્સો મધ્ય પ્રદેશના ગ્વાલિયરનો છે. અહીં એક કારને ઓવરસ્પીડિંગ માટે અટકાવવામાં આવી હતી. એ પછી પોલીસે એ વ્યક્તિને દંડ ફટાકાર્યો હતો અને એને ચલણ આપ્યું હતું. યુવકે જ્યારે પોલીસ પાસેથી ચલણ મળ્યું, ત્યારે તે હેરાન થયો હતો, કેમ કે એ ચલણમાં હેલ્મેટ ના પહેરવા માટે માટે રૂ. 250નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને પોલીસે એ વ્યક્તિ પાસે રૂ. 500નો દંડ વસૂલ્યો હતો.

પોલીસે આ પ્રકારની લાપરવાહી દાખવવા બદલ સિનિયર અધિકારીઓએ આરોપી પોલીસ કર્મચારીની સામે કાર્યવાહી કરવાની વાત કહી હતી. ગ્વાલિયરના SSP અમિત સાંધીએ કહ્યું હતું કે આ પ્રકારની લાપરવાહીને બિલકુલ સાંખી નહીં લેવાય. આ મામલાની તપાસ કરવામાં આવશે અને જે ચલણ કાપવામાં દોષી માલૂમ પડશે તેને સસ્પેન્ડ કરવામાં આવશે.