આંધ્ર પ્રદેશમાં સ્ટીલની ફેક્ટરીમાં ઝેરી ગેસનું ગળતર થતાં છ કામદારનાં મરણ

0
2012

હૈદરાબાદ – આંધ્ર પ્રદેશ રાજ્યના અનંતપુરમ જિલ્લામાં એક ખાનગી સ્ટીલ મિલ રોલિંગ કંપની, ગેરડાઉમાં આજે ઝેરી ગેસનું ગળતર થવાને કારણે છ કામદારોનાં મરણ થયા છે જ્યારે અન્ય પાંચ જણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

કંપનીમાં મેન્ટેનન્સ કામકાજ બાદ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી.

બે કામદારનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે ચાર કામદારોએ હોસ્પિટલમાં લઈ ગયા બાદ અંતિમ શ્વાસ લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આ સ્ટીલ ફેક્ટરીમાં ખાસ કરીને રીહીટિંગની પ્રક્રિયા દરમિયાન કાર્બન મોનોઓક્સાઈડ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. એનું ગળતર થતાં દુર્ઘટના સર્જાઈ છે.

કાર્બન મોનોઓક્સાઈડ (CO) રંગહીન કે ગંધહીન ગેસ છે, પણ એ બહુ જ ખતરનાક હોય છે. એને કારણે માનવી અચાનક બીમાર પડી શકે છે અથવા એનું મૃત્યુ થઈ શકે છે. આ ગેસ શ્વાસમાં જવાથી માનવીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.