નવી દિલ્હીઃ દિલ્હી લિકર કૌભાંડ કેસથી જોડાયેલા મની લોન્ડરિંગમાં ED પછી CBIએ પણ CM અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ આ મામલે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં CM કેજરીવાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. EDએ 21 માર્ચે CM કેજરીવાલની મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરી હતી.
CBI તરફથી હાજરી થયેલા વિશેષ સરકારી વકીલ ડીપી સિંહે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે એજન્સીને CMની ત્યારે ધરપકડ કરી હતી, જ્યારે તેમની વિરુદ્ધ નક્કર પુરાવા મળવા લાગ્યા છે. CBIએ કેજરીવાલની 26 જૂને રાઉઝ એવેન્યુ કોર્ટથી ધરપકડ કરી હતી.
કોર્ટમાં CBIનો તર્ક છે કે એક્સાઇઝ પોલિસી CMના હસ્તાક્ષર છે. આવામાં તેઓ આ નીતિના મુખ્ય સૂત્રધાર છે. એજન્સીએ કહ્યું હતું કે એક વાર પૈસા ચાલ્યા ગયા પછી એ માલૂમ કરવું મુશ્કેલ છે, પણ અમે એની તપાસ કરી છે કે પૈસા ગોવા ગયા છે, જ્યાં વિધાનસભા ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવારને રૂ. 90-90 લાખ આપવામાં આવ્યા હતા.
એજન્સીએ કહ્યું હતું કે આનાથી વધુ પ્રત્યક્ષ પુરાવા ના હોઈ શકે. ગુનાની ગંભીરતા જોતાં ચાર્જશીટ દાખલ થવા પર જામીન ના આપવા જોઈએ, કેમ કે એનાથી સાક્ષીઓને પ્રભાવિત કરી શકાય છે.
એજન્સી આ કેસમાં દિલ્હીના ઉપ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને BRS નેતા કવિતા સહિત 18 આરોપીઓની વિરુદ્ધ અત્યાર સુધી પાંચ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. CBIએ દાવો કર્યો હતો કે રૂ. 100 કરોડની લાંચ લેવામાં આવી હતી અને એમાંથી રૂ. 44.5 કરોડ જૂન, 2021થી જાન્યુઆરી, 2022ની વચ્ચે હવાલા ચેનલ્સ દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે મોકલવામાં આવ્યા હતા.