પ્રખ્યાત વાંસળીવાદક દીપક શર્માનું 57 વર્ષની વયે નિધન

પ્રખ્યાત વાંસળીવાદક દીપક શર્માનું સોમવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં 57 વર્ષની વયે અવસાન થયું છે.

પ્રખ્યાત વાંસળીવાદક દીપક શર્માનું સોમવારે 57 વર્ષની વયે અવસાન થયું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ લાંબા સમયથી લીવરની બીમારીથી પીડાતા હતા.

દીપક શર્માના અવસાનથી શોકની લાગણી છવાઈ ગઈ છે

પ્રખ્યાત આસામી વાંસળીવાદક દિપક શર્મા છેલ્લા કેટલાક વર્ષોથી યકૃતની લાંબી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને ગયા મહિને તેઓ સારવાર માટે ચેન્નાઈ ગયા હતા. ત્યાંની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેમના અવસાનના સમાચારથી આસામના સાંસ્કૃતિક સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દીપક શર્મા પ્રખ્યાત વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના શિષ્ય હતા.

આસામના મુખ્યમંત્રી હિમંતાએ શોક વ્યક્ત કર્યો

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દિપક શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કર્યું, “પ્રખ્યાત વાંસળીવાદક દિપક શર્માના અકાળ અવસાન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે આસામી સંગીતમાં અમૂલ્ય યોગદાન આપ્યું અને વાંસળીને એક વાદ્ય તરીકે લોકપ્રિય બનાવી. શોકગ્રસ્ત પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.”