તિરુપતિઃ તિરુમાલા જતા શ્રદ્ધાળુને નકલી દર્શન ટિકિટ વેચવાનું એક કૌભાંડ સામે આવ્યું છે અને AP વિજિલન્સ અને એન્ફોર્સમેન્ટ વિભાગ એની તપાસ કરી રહ્યો છે. આ નકલી ટિકિટનું કૌભાંડ ત્યારે સામે આવ્યું હતું, જ્યારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ દાવો કર્યો હતો કે તે ટિકિટ જારી કરવાની વ્યવસ્થાની પદ્ધતિને અસરકારક બનાવવા અને એની ખામીઓ દૂર કરવા માટે અનેક પગલાં ભરી રહ્યું છે.
પોલીસે કહ્યું હતું કે અજાણ્યા સ્કેમર્સે (કૌભાંડી) મહારાષ્ટ્રનો રહેવાસી હોવાની શંકા છે, એ કલ્યાણોત્સવમ અને વિશેષ પ્રવેશ દર્શનની ટિકિટો બનાવીને વેચી રહ્યો હતો. આ ગેંગ અનેક શ્રદ્ધાળુઓ પાસેથી ટિકિટ લેવા માટે ઓનલાઇન નાણાં ટિકિટ ટ્રાન્સફર કરાવ્યા હતા. ભક્તો દ્વારા એ ટિકિટો લઈને તિરુમાલા પહોંચ્યા પછી તેમને ઠગાયા હોવાનો અહેસાસ થયો હતો. DSP મલ્લેશ્વર રેડ્ડીના નેતૃત્વમાં વિજિલન્સ અને એન્ફોર્સમેન્ટ ટીમ છેલ્લા 10 દિવસોથી આ કૌભાંડની માહિતી એકત્ર કરી રહી છે. ગુરુવાર ટીમને માહિતી મળી હતી કે હૈદરાબાદના એક શ્રદ્ધાળુએ કલ્યાણોત્વની ટિકિટ સ્કેમર્સ પાસેથી રૂ. 4000માં ખરીદી હતી, પણ એની વાસ્તવિક ટિકિટ રૂ. 1000 હતી.
સૂત્રો પાસેથી અમને સૂચના મળી હતી કે હૈદરાબાદના એક કોન્સ્ટેબલે કૌભાંડકાર પાસેથી રૂ. 4000માં કલ્યાણોત્સવમની ટિકિટ ખરીદી હતી. અમે એની તપાસ અલિપિરી સુધી કરી હતી, જ્યાં તેની ટિકિટ સ્કેનર દ્વારા તપાસી નહોતી શકાઈ. એનો અર્થ એક નકલી ટિકિટ હતી. અમે એ ભક્તની પૂછપરછ કરી અને બધી માહિતી એકત્ર કરી હતી, એમ DSP રેડ્ડીએ જણાવ્યું હતું.
એ ભક્તે મહારાષ્ટ્ર સ્થિત કૌભાંડી પાસેથી એ ટિકિટ ખરીદી હતી. તેમની વાતચીત અને પૈસાની આપ-લે ઓનલાઇન થઈ હતી અને ભક્તને વોટ્સએપ પર ટિકિટ મળી ગઈ. આ કૌભાંડકાર મહારાષ્ટ્રનો રહેવાસી હોવાની શક્યતા છે તેમ જ તેનો ફોન નંબર અને બેન્ક ખાતા અનુસાર તેનું નામ પાટિલ હોવાની શક્યતા છે, એમ રેડ્ડીએ કહ્યું હતું.