‘આંતરરાષ્ટ્રીય-લેફ્ટહેન્ડર્સ-ડે’: દુનિયાભરમાં ઘણા ડાબોડીઓનો જયજયકાર થયો છે

મુંબઈઃ આજે દુનિયાભરમાં એક અનોખો દિવસ ઉજવાઈ રહ્યો છે – ‘આંતરરાષ્ટ્રીય લેફ્ટહેન્ડર્સ દિવસ’. દુનિયામાં જમોડીઓની સરખામણીમાં ડાબોડી (ડાબે હાથેથી કામ કરવાની આદતવાળી) વ્યક્તિઓની સંખ્યા ખૂબ ઓછી છે. વિશ્વની કુલ વસ્તીમાં માત્ર 10 ટકા લોકો જ ડાબોડી છે. પરંતુ આ વર્ગમાં કેટલાક ખ્યાતનામ લોકો સામેલ છે જેમાં વર્લ્ડ ફેમસ રાજકીય નેતાઓ, રમતવીરો, ફિલ્મ કલાકારો તથા વગદાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

ડાબોડી વ્યક્તિઓના વર્ગમાં અનેક નામાંકિત વ્યક્તિઓ છે, જેમ કે, નરેન્દ્ર મોદી, સચીન તેંડુલકર, અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, માર્ક ઝુકરબર્ગ, બિલ ક્લિન્ટન, જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ, બિલ ગેટ્સ, ઓપ્રા વિન્ફ્રે. તે ઉપરાંત સ્વ. સ્ટીવ જોબ્સ, રોનાલ્ડ રેગન, જિરાલ્ડ ફોર્ડ, હેરી ટ્રુમેન જેવા મહાનુભાવો પણ ડાબોડી હતા. હાલના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ ડાબોડી છે.