નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી ખાસ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા 2023 હેઠળ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થીને સંબોધિત કરી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થી લાઇવ ટેલિકાસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. પરીક્ષા પે ચર્ચા એક અનોખો કાર્યક્રમ છે, જેનું આયોજન પ્રતિ વર્ષ બોર્ડની પરીક્ષા પહેલાં કરવામાં આવે છે. વર્ષ 2018માં વડા પ્રધાન મોદીએ આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો, જેમાં દેશનાં બાળકો શિક્ષકો અને માતાપિતાથી રૂબરૂ હોય છે. આ વર્ષ 38 લાખથી વધુ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કર્યું છે, જે ગયા વર્ષથી બે ગણાથી વધુ છે.
કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં અત્યાર સુધી આશરે 20 લાખ સવાલ આવ્યા છે, જેને NCRT દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. એ 20 લાખ સવાલમાં વિદ્યાર્થીઓએ ફેમિલી પ્રેશર, સ્ટ્રેસ મેનેજમેન્ટ, હેલ્થ અને ફિટ કેવી રીતે રહેવાય, કેરિયરની પસંદગી વગેરે જેવા વિષય જેવા સવાલ પૂછ્યા છે. તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમ માટે 155 દેશોએ રજિસ્ટ્રેશન કર્યું છે.
Looking forward to interacting with #ExamWarriors during ‘Pariksha Pe Charcha’ at 11 AM tomorrow, 27th January. https://t.co/5aoddVX35O
— Narendra Modi (@narendramodi) January 26, 2023
રજિસ્ટ્રેશનમાં 17,536 ટકાનો ઉછાળો
The #ExamWarriors are all set for an interesting discussion on stress free exams with PM @narendramodi! pic.twitter.com/A4xPGdUyxS
— PMO India (@PMOIndia) January 27, 2023
આ વર્ષે રજિસ્ટ્રેશન કરાવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરીક્ષા પે ચર્ચાની છઠ્ઠી આવૃત્તિ માટે કુલ 38,80,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે 2022ની તુલનાએ 146 ટકા વધુ છે, જ્યારે એ પહેલી આવૃત્તિની તુલનાએ રજિસ્ટ્રેશન કરાવવાળાઓની સંખ્યા 17,536 ટકા વધી ગઈ છે.