બજેટ સેશન પહેલાં સંસદ માર્ચ કરશે ખેડૂતો?

નવી દિલ્હીઃ ખેડૂતો દ્વારા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓની સામે પોતાનું આંદોલન પરત લેવાના એક વર્ષ પછી ખેડૂતોની સંસ્થાએ 26 જાન્યુઆરી, 2023એ પ્રજાસત્તાક દિનના પ્રસંગે હરિયાણાના જીંદમાં એક મેગા રેલીનું આયોજન કર્યું હતું. હજ્જારો ખેડૂતોએ જીંદ શહેરમાં એક વિશાળ રેલીમાં ભાગ લીધો હતો અને પોતાની માગને ઉઠાવી હતી. આ રેલીમાં હરિયાણા, પંજાબ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના ખેડૂતોએ ભાગ લીધો હતો.

આ રેલીનું આયોજન સંયુક્ત ખેડૂત મોરચા (SKM)ના આહવાન પર કરવામાં આવ્યું હતું. આ રેલી પછી SKMના નેતાઓએ બજેટ સત્ર દરમ્યાન 15 માર્ચથી 22 માર્ચ, 2023ની વચ્ચે એક દિવસ સંસદ સુધી માર્ચ કાઢવાની ઘોષણા કરી હતી. આ મોરચાની ઘોષણા નવ ફેબ્રુઆરીએ કુરુક્ષેત્રમાં થનારી બેઠકમાં સંસદ માર્ચની યોગ્ય તારીખ  નક્કી કરવામાં આવશે.

પ્રજાસત્તાક દિને અનેક રાજ્યોમાંથી આવેલા હજારો ખેડૂતો હરિયાણાના જીંદમાં રેલીમાં કહ્યું હતું કે સરકારે તેમના વચનપરસ્તી કરી છે. ખેડૂતોએ કહ્યું હતું કે ત્રણે કૃષિ કાયદાઓની સામે દિલ્હીની સરહદ પર આંદોલન પૂરુ કરતી વખતે મોદી સરકારે તેમને આપેલાં વચનો પર એક વર્ષમાં ચર્ચા કરવી પણ યોગ્ય નથી લાગ્યું. સરકારે તેમની સાથે છેતરપિંડી કરી છે. હવે સમય આરપારની લડાઈનો છે.

આ રેલીમાં ખેડૂતોએ ત્રણ મહત્ત્વની મુખ્ય માગ ઉઠાવી છે, જેમાં કૃષિ પાકોના લઘુતમ ટેકાના ભાવની કાનૂની ગેરન્ટી, લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાને પ્રધાનમંડળથી દૂર કરવા અને વીજ સંશોધન વિધેયક 2022ને પરત લેવું અને દેવાં માફી. તેમણે ખેડૂત આંદોલનમાં નોંધાવેલા FIRને રદ કરવા અને પાક વીમા યોજના લાગુ કરવાની માગ પણ કરી છે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]