કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક બેકાબૂ ઇલેક્ટ્રિક બસે કેટલાય લોકોને કચડ્યા હતા. એ બસની ઝડપ એટલી તેજ હતી કે એમાં કેટલીય ગાડીઓ અને મોટરસાઇકલ-સ્કૂટરને નુકસાન પહોંચાડ્યું હતું. આ દુર્ઘટનામાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં છ લોકોનાં મોત થયાં હતાં. શહેરના બાબુપુરવા થાણા ક્ષેત્રના ટાટમિલ ચાર રસ્તાએ એક તેજ બસે કેટલાય લોકોને કચડ્યા હતા.
આ દુર્ઘટના સ્થળે પોલીસોને તહેનાત કરવામાં આવ્યા હતા. ટાટમિલ ચાર રસ્તાએ એક બસે અનેક લોકોને કચડ્યા હતા, જેથી પોલીસને એ સૂચના મળતાં આસપાસનાં પોલીસ સ્ટેશનોએથી પોલીસ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી, એમ કાનપુરના DCP-ઈસ્ટના પ્રમોદકુમારે જણાવ્યું હતું. આ દુર્ઘટના પછી એમ્બ્યુલન્સને રવાના કરવામાં આવી હતી. દુર્ઘટનામાં બસ-ડ્રાઇવરની 11 કલાક પછી ધરપકડ કરવામાં આવી હતી.
कानपुर में हुई बस दुर्घटना में कई लोगों के हताहत होने की खबर से अत्यंत दुःख हुआ है। इस घटना में अपने प्रियजनों को खोने वाले परिवारों के प्रति मेरी गहन शोक-संवेदनाएं। मैं घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूँ।
— President of India (@rashtrapatibhvn) January 31, 2022
આ દુર્ઘટનામાં ત્રણ કાર, 10 બાઇક, બે કિક્ષા અને અનેક પદયાત્રીઓને નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં બસે કુલ 17 વાહનોને અડફેટે લીધાં હતાં. નવ હાલત ગંભીર છે. અમે હાલ આ દુર્ઘટનાની તપાસ, કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે કાનપુરમાં થયેલી બસ દુર્ઘટનામાં અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર છે, એ અત્યંત દુખદ છે.આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી ઘેરી સંવેદનાઓ છે. હું તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરું છું.