મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય કમનસીબઃ અણ્ણા હઝારે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં અનાજ-કરિયાણાની દુકાનો, જનરલ સ્ટોર્સ અને સુપરમાર્કેટમાં વાઈનના વેચાણને પરવાનગી આપતા રાજ્ય સરકારના નિર્ણય અંગે ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારેએ નારાજગી વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે સરકારે તો લોકોની દારૂની લત છોડાવવા માટેના પગલાં લેવા જોઈએ, પણ આ સરકાર તો નાણાકીય લાભ મેળવવા ઈચ્છે છે. એના નિર્ણયને કારણે તો વધુ લોકોને દારૂનું વ્યસન લાગુ પડશે.

હઝારેએ એક સમાચાર સંસ્થાને કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય કમનસીબ છે. લોકોની દારૂની લત છોડાવવાની સરકારની જવાબદારી બને છે, પરંતુ સરકારના આ નવા નિર્ણયથી મને બહુ દુઃખ થયું છે.