ટેનિસ વિશ્વમાંથી ‘સંન્યાસ’ લેવાનો કોઈ ઇરાદો નથીઃ નડાલ

મેલબોર્નઃ વર્ષનો પહેલો ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલન ઓપન જીતીને રાફેલ નડાલે ઇતિહાસ રચ્યો છે. તે વિશ્વનો સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતીને પ્લેયર બની ગયો છે. જોકે નડાલે 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા પછી ખુલાસો કર્યો હતો કે તેનો હાલમાં ટેનિસમાંથી સંન્યાસ લેવાનો કોઈ ઇરાદો નથી. તેણે રોડ લેવર એરિનામાં જનમેદનીને કહ્યું હતું કે આવતા વર્ષે મેલબોર્નમાં પરત ફરવા માટે તેની પાસે ઘણી ઊર્જા છે.

નડાલે મેલબોર્નમાં ફાઇનલમાં રશિયાના ડેનિસ મેડવેડેવની સામે રોમાંચક મેચમાં 2-6, 6-7, 6-4, 6-4, અને 7-5 પાંચથી હરાવ્યો હતો. આ મેચ 5.24 કલાક ચાલી હતી. મેં દોઢ મહિના પહેલાં મેં કહ્યું હતું કે આ ઓસ્ટ્રેલિયન ઓપન મારી કદાચ છેલ્લી ટુર્નામેન્ટ હશે, પણ હવે આ સિરીઝ જીત્યા પછી મારી પાસે ઘણીબધી ઊર્જા છે. હું હાલ મારી લાગણીઓને શબ્દોમાં રજૂ નથી કરી શકતો. હું આવતા વર્ષે આવવા માટે પ્રયાસ કરતો રહીશે. આપનો ખૂબ-ખૂબ ધન્યવાદ. અને હું તમને જલદી મળીશ.

છ મહિના સાઇડલાઇન થયા પછી લાગતું હતું કે રફાલ માટે સંદેહ હતો કે તે કમબેક કરી શકશે કે નહીં, પણ તેણે ગ્રાન્ડ સ્લેમ જીતીને બધાનાં જડબાતોડ જવાબ આપ્યો હતો.

અહીં રોજર ફેડરરને હરાવ્યાનાં 13 વર્ષ પછી 35 વર્ષીય નડાલ ઓપન જીતનાર ચોથી વ્યક્તિ બની ગયો છે. મેચ જીત્યા પછી નડાલે મડવેડેવની પ્રશંસા કરતાં ભારત દઈને જણાવ્યું હતું કે તે ટેનિસ ખેલાડીઓમાં ઊભરતો સ્ટાર છે અને તેને ભવિષ્યમાં સફળતા જરૂર મળશે.