CSK બની દેશની પ્રથમ યૂનિકોર્ન સ્પોર્ટ્સ એન્ટરપ્રાઈઝ

ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 15મી સીઝન પૂર્વે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ દેશની પ્રથમ યૂનિકોર્ન સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ બની છે. તેની માર્કેટ કેપિટલ રૂ. 7,600 કરોડ થઈ ગઈ છે. ગ્રે માર્કેટમાં 210-225 રૂપિયાના પ્રાઈસ બેન્ડમાં વ્યાપાર થઈ રહ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વવાળી સીએસકે ટીમ ચાર વખત આઈપીએલ વિજેતાપદ જીતી ચૂકી છે. ગયા વર્ષે દુબઈમાં રમાઈ ગયેલી 14મી સીઝનમાં તે વિજેતા બની હતી. તેની માર્કેટ કેપ તેની પિતૃ કંપની ઈન્ડિયા સીમેન્ટ્સ કરતાં વધારે થઈ છે. ઈન્ડિયા સીમેન્ટ્સની માર્કેટ કેપ રૂ. 6,869 કરોડ છે.