યુક્રેન ટેન્શનનો વિન્ટર ઓલિમ્પિક પર ઓછાયોઃ પશ્ચિમી દેશોનો બહિષ્કાર

બીજિંગઃ રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે બીજિંગમાં થનારા વિન્ટર ઓલિમ્પિક પર પણ રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે. અમેરિકા સહિત પશ્ચિમના કેટલાક દેશો બીજિંગમાં થનારા વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરી રહ્યા છે. આ વિરોધની વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આગામી સપ્તાહે બીજિંગ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં સામેલ થવા માટે ચીનની યાત્રા કરવાના છે. જોકે અમેરિકા અને પશ્ચિમી દેશો શરૂથી જ ઓલિમ્પિકના આયોજનનો વિરોધ કરી રહ્યા છે.

વળી, રશિયા અને યુક્રેનની વચ્ચે શરૂ થયેલા ટેન્શનની સીધી અસર ચીનના વિન્ટર ઓલિમ્પિક પર પડશે. એનાં દૂરગામી પરિણામ હશે.

અમેરિકા અને એના મિત્ર દેશોના રાજકીય બહિષ્કારથી વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની ભવ્યતા પ્રભાવિત હોઈ શકે છે. અમેરિકાના આ બહિષ્કારના એલાનથી એના ખેલાડીઓની ગેમ્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ નહીં લાગે. અમેરિકા વર્ષ 2028માં લોસ એન્જેલસમાં ઓલિમ્પિકનું આયોજન કરવાનું છે. આ એલાન પછી હવે સવાલ ઊભા થયા છે કે ચીન કેવી રીતે અમેરિકાને જવાબ આપશે. ચીનનો દાવો છે કે એ ગેમ્સના રાજકારણનો વિરોધ કરે છે, પણ તે ખુદ અમેરિકી ગેમ્સ એસોસિયેશનનો દંડ ફટકારી ચૂક્યું છે.

વિન્ટર ઓલિમ્પિક ચોથીથી 20 ફેબ્રુઆરી સુધી ચીનમાં યોજાશે, જે પછી પેરાલિમ્પિકમાં વિન્ટર ગેમ્સ ચોથીથી 13મી માર્ચ સુધી ચાલશે. ચીનના માનવાધિકાર ઉલ્લંઘનોને કારણે અમેરિકા, બ્રિટન સહિત પશ્ચિમી દેશો આ આયોજનોના બહિષ્કાર કરવાની ઘોષણા કરી છે. અમેરિકા, યુરોપિયન સંઘો અને કેટલાય પશ્ચિમી દેશોએ ચીનમાં શિબિરોમાં લાખો ઉઇગર મુસલમાનોને રાખવા સહિત ઝિનઝિયાંગમાં માનવાધિકાર ઉલ્લંઘનોને ઉજાગર કરવા ઓલિમ્પિક ગેમ્સનો બહિષ્કાર કર્યો છે.