નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદનાં બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના પ્રારંભિક ભાષણ પછી લોકસભામાં 2021-22 માટેનું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. સરકારે આગામી નાણાં વર્ષ માટે 8-8.5 ટકાના GDP ગ્રોથનો અંદાજ માંડ્યો છે. સરકારે નાણાં વર્ષ 23માં ચાલુ ખાતાની સરપ્લસ GDPના બે ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે. સરકાર દ્વારા આર્થિક સર્વે રજૂ થયા પછી શેરબજારમાં આગઝરતી તેજી જોવા મળી હતી. નાણાપ્રધાન આવતી કાલે સંસદમાં એક એપ્રિલ, 2022થી શરૂ થતા નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરશે.
નાણાપ્રધાને જે આર્થિક સર્વ રજૂ કર્યો હતો, તેમાં 2021-22માં શેરબજારમાં વધતા મૂડીરોકાણથી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. બેન્કિંગ ક્ષેત્રમાં પર્યાપ્ત મૂડી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મોંઘવારી દર કાબૂમાં રહ્યાનું જણાવવામાં આવ્યું છે. આ આર્થિક ગ્રોથ ક્રૂડની કિંમત બેરલદીઠ 70થી 75 ડોલરની આધારિત સરેરાશે કરવામાં આવ્યો છે.
આર્થિક સર્વેમાં મહત્ત્વના મુદ્દાઓ
વર્ષ 2021માં સરકારે 14,000થી વધુ સ્ટાર્ટઅપને માન્યતા આપી છે.