મમતા બેનરજી પર હુમલાની શક્યતાને ચૂંટણી-પંચે નકારી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજી ગઈ 10 માર્ચે નંદીગ્રામમાં પોતાનાં ચૂંટણી પ્રચાર માટે ગયાં હતાં ત્યારે એમને પગમાં જે ઈજા થઈ હતી એ કોઈએ હુમલો કરવાથી થઈ હોવાની શક્યતાને ચૂંટણી પંચે આજે નકારી કાઢી છે.

ચૂંટણી નિરીક્ષક અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવે સુપરત કરેલા અહેવાલોના આધારે ચૂંટણી પંચે બેનરજી પર હુમલો કરાયાની શક્યતાને નકારી કાઢી છે. બેનરજી ઈજાગ્રસ્ત થયાં બાદ ચૂંટણી પંચે બે અહેવાલ મગાવ્યા હતા. પંચે કહ્યું કે તે એક દુર્ઘટના હતી અને કોઈ સુનિયોજિત હુમલો નહોતો. બેનરજીને જે ઈજા થઈ છે તે એમની સુરક્ષાની જવાબદારી સંભાળતા કર્મચારીઓની ભૂલનું કારણ છે.