નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારામને આર્થિક સર્વેક્ષણ 2023-24 લોકસભામાં રજૂ કરી દીધું છે. આર્થિક સર્વે મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક ગ્રોથ 6.5 ટકાથી સાત ટકા રહેવાની શક્યતા છે. દેશમાં મોંઘવારી કાબૂમા છે અને ભૂ-રાજકીય તણાવો છતાં આર્થિક સ્થિતિ સારી છે. આ આર્થિક સર્વેમાં ખાનગી સેક્ટર અને સરકારમાં પાર્ટનરશિપ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
આ સર્વેમાં GDP ગ્રોથ, મોંઘવારી દર, રોજગારી દર અને રાજકોષીય ખાધ સહિત અનેક ડેટા સામેલ છે. આર્થિક સર્વેમાં કૃષિ પર ધ્યાન દેવા પર ભાર આપવામાં આવ્યો છે. નાણાપ્રધાને રજૂ કરેલા આર્થિક સર્વેમાં નીચેની મુખ્ય બાબતો સામેલ હતી.
|
Finance Minister Nirmala Sitharaman tables Economic Survey 2023-24 and Economic Survey 2023-24 statistical appendix in Lok Sabha
— Press Trust of India (@PTI_News) July 22, 2024
આ આર્થિક સર્વેમાં રોજગાર સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યા છે, જે દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વસ્તીના ગુણોત્તરમાં વૃદ્ધિ સાથે કોરોના મહામારી પછી દેશનો વાર્ષિક બેરોજગારી દર ઘટી રહ્યો છે. 15 વર્ષ કરતા વધુ વય જૂથ માટે શહેરી બેરોજગારીનો દર માર્ચ 2024 માં ઘટીને 6.7 ટકા થયો છે જે ગયા વર્ષે 6.8 ટકા હતો.