UP, કાશ્મીરથી માંડીને NCR સુધી ભૂકંપના આંચકાઃ 5.4ની તીવ્રતા

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપનીના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 રહી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના કિશ્તેવાડ બતાવવામાં આવી રહ્યું છે. મિડિયા અહેવાલો મુજબ ભૂકંપના આંચકા જમ્મુ-કાશમીર સિવાય લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ સિવાય દિલ્હીના NCRમાં પણ અનુભવાયા હતા. ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ આવ્યો, ત્યારે સ્કૂલમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ જેવો ભૂકંપ આવ્યો, એટલે બાળકો સ્કૂલોમાંથી બહાર દોડી આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડથી 30 કિમી દૂર દક્ષિણ-પૂર્વમાં ભૂકંપનું એપિ સેન્ટર બતાવવામાં આવી રહ્યું છે. વળી, આ ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડામાં હતું. એની ઊંડાઈ જમીનથી છ કિલોમીટર અંદર હતી. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી.

આ પહેલાં માર્ચમાં ભારતનાં ઘણાં રાજ્યોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એ ભૂકંપની તીવ્રતા 6.6 હતી. ભૂકંપની અસર દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, પંજાબ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો.

 

NCSના ડેટા અનુસાર, ભારતમાં 1 મેથી 31 મેમાં 41 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી સાત ભૂકંપ ઉત્તરાખંડમાં આવ્યા અને 6 ભૂકંપ મણિપુરમાં આવ્યા. આ સિવાય અરુણાચલમાં પાંચ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે હરિયાણા અને મેઘાલયમાં ત્રણ-ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.