નવી દિલ્હીઃ કેરેબિયન દ્વીપ દેશ ડોમિનિકાએ PM મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન આપવાનું એલાન કર્યું છે. ડોમિનિકાએ આ સન્માનની ઘોષણા કરતાં કહ્યું હતું કે PM મોદીએ ડોમિનિકાની ઘણી મદદ કરી હતી. તેમના આ યોગદાનને બંને દેશોની વચ્ચે ભાગીદારી મજબૂત કરનાર ગણાવ્યું હતું.
ડોમિનિક PM ઓફિસના સત્તાવાર નિવેદન મુજબ ડોમિનિકા રાષ્ટ્રમંડળના અધ્યક્ષ સિલ્વેની બર્ટન 19થી 21 નવેમ્બર સુધી ગુયાનાના જોર્જટાઉનમાં યોજાનાર ભારત-કૈરિકોમ શિખર સંમેલનમાં ભાગ લેવાના છે. આ દરમિયાન તેઓ PM મોદીને પુરસ્કાર અર્પણ કરશે.
કોરોના કાળમાં ભારત સહિત વિશ્વભરના લોકો માટે સૌથી ભયાનક સમયગાળો હતો. તે વખતે અનેક દેશોના અર્થતંત્ર પડી ભાંગ્યાં હતાં. આ દરમિયાન કેન્દ્ર સરકારે અમેરિકા સહિત 150 દેશોની મદદ કરી દવાઓનો જથ્થો મોકલ્યો હતો, જેની વિશ્વભરે નોંધ લીધી હતી. જેથી ડોમિનિકા દેશ આ મદદ બદલ PM નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવાની છે.
ડોમિનિકા સરકારે કહ્યું છે કે ડોમિનિકા રાષ્ટ્રમંડળ આ મહિને PM મોદીનું સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માન કરશે. કોવિડ-19 મહામારી તેમ જ બંને દેશોની ભાગીદારી મજબૂત કરવામાં PM મોદીના યોગદાન અને સમર્પણ બદલ આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.
The Commonwealth of Dominica will bestow its highest national award, the Dominica Award of Honour, upon PM Narendra Modi (@narendramodi), in recognition of his contributions to Dominica during the COVID-19 pandemic and his dedication to strengthening the partnership between India… pic.twitter.com/7zNvTCSmfa
— Press Trust of India (@PTI_News) November 14, 2024
PM મોદીએ ડોમિનિકાને ફેબ્રુઆરી, 2021માં એસ્ટ્રાજેનેકા કોવિડ-19ની 70,000 વેક્સિનનો જથ્થો પૂરો પાડ્યો હતો, જે એક ઉદાર ભેટ હતી. તેમની આ મદદને કારણે ડોમિનિકા પોતાના કેરેબિયાઈ પડોશીઓનું સમર્થન મેળવવામાં સક્ષમ બન્યું છે.
PM મોદી ડોમિનિકાના સાચા મિત્ર : PM રુઝવેલ્ટ
ડોમિનિકાના PM રુઝવેલ્ટ સ્કેરિટે કહ્યું હતું કે તેઓ ડોમિનિકાના સાચા મિત્ર છે. વૈશ્વિક આરોગ્ય સંકટ દરમિયાન તેમણે અમારા દેશની જરૂરિયાત પૂરી કરવામાં બહોળું યોગદાન આપ્યું છે.