શું મુસ્લિમ ભાજપને વોટ નથી આપતાં? એક રીપોર્ટ કહે છે કે…

નવી દિલ્હીઃ કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મુસલમાન ભાજપને વોટ નથી કરતા છતાં પણ પાર્ટી તેમનું ધ્યાન રાખે છે. રાજનીતિના જાણકારોનું કહેવું છે કે આ એક સામાન્ય ધારણા છે કે મુસલમાન બીજેપી પર ભરોસો નથી કરતાં અને તેઓ ભાજપ છોડીને કોઈપણને વોટ કરી શકે છે. પરંતુ આ એક મોટી ચર્ચાનો વિષય છે કે શું સાચે જ મુસ્લિમ બીજેપીને વોટ નથી કરતાં?

ભાજપ નેતાઓનું કહેવું છે કે વિપક્ષી દળ મુસલમાનોને ડર દેખાડીને વોટ પ્રાપ્ત કરી લે છે. જ્યારે ભાજપ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર પર કામ કરે છે.

જો આપણે વોટિંગના આંકડાઓની વાત કરીએ તો લોકોની ધારણાની વિરુદ્ધ એ સ્પષ્ટ થાય છે કે ચારથી સાત ટકા સુધી મુસ્લિમો ભાજપને વોટ આપે છે. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી અનુસાર વર્ષ 2014ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તર પર મુસ્લિમ વોટોના આશરે 8.5 ટકા ભાજપના પક્ષમાં ગયા. ભાજપને આ પહેલાં મુસ્લિમોનું આટલું સમર્થન ક્યારેય નથી મળ્યું. યૂપીમાં તો 10 ટકા મુસ્લિમોએ 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપને વોટ આપ્યો.

સીએસડીએસ અનુસાર વર્ષ 2009માં ભાજપને ત્રણ ટકા મુસ્લિમોએ વોટ કર્યો હતો. વર્ષ 2014 પહેલા ભાજપને સહુથી વધારે 7 ટકા મુસ્લિમોનો સપોર્ટ 2004માં મળ્યો હતો. 1998માં 5 અને 1999માં 6 ટકા મુસ્લિમ વોટ ભાજપ સાથે હતા. જો કે સત્ય એ છે કે વર્ષ 2014માં રાષ્ટ્રીય સ્તર પર સહુથી વધારે 37.6 મુસ્લિમ વોટ કોંગ્રેસને મળ્યાં હતાં. જ્યારે યૂપીમાં 58 ટકા મુસ્લિમોએ સપા પર ભરોસો મૂક્યો હતો.

સીએસડીએસના ડિરેક્ટર સંજય કુમાર અનુસાર ભાજપને છેલ્લા ત્રણ-ચાર ઈલેક્શનમાં સાત ટકા વોટ મળતાં રહ્યાં છે. ત્યારે આવામાં આ ટકાવારી વધારે ન કહી શકાય. વર્ષ 2009માં તેને સૌથી ઓછા મુસ્લિમ વોટ મળ્યાં હતાં. આ લોકલ અને પર્સનલ કન્સીડરેશન પણ હોઈ શકે છે. જ્યાં બે ચાર ટકા જ મુસ્લિમ છે અને તેમણે એ જોયું હશે કે હવાની દિશામાં ગતિ કરવી યોગ્ય છે. એટલા માટે ભાજપના પક્ષમાં પહેલાના મુકાબલે થોડા મુસ્લિમ વોટ વધ્યાં છે.

જોકે વિશેષજ્ઞોનું માનીએ તો મુસ્લિમ પણ હિંદુઓની જેમ અપેક્ષાઓની લહેર પર સવાર હતા. તેમને લાગતું હતું કે ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી દેશ માટે કંઈક સારુ કરશે, જેનાથી આર્થિક અને સામાજિક સ્તરમાં સુધારો આવશે. ત્યારે આવામાં તેમણે ભાજપા વિરુદ્ધ પોતાનો સંકુચિત દાયરો હટાવ્યો. ભાજપાને જે મુસ્લિમ વોટ મળ્યા છે તે કોંગ્રેસ વિરુદ્ધ આક્રોશના વોટ પણ છે. આ તે ક્ષેત્રીય પાર્ટીઓના પણ વોટ હતા, જેમનો મુસ્લિમ જનાધાર કદાચ સરકી ગયો છે. જવી રીતે યૂપીમાં બીએસપી.

વિશેષજ્ઞો અનુસાર બીજેપીના કેટલાક નેતાઓ મુસ્લિમ સમાજમાં સારી ઈમેજ ધરાવે છે. ગુજરાતના વોરા મુસ્લિમોના વોટ પારંપરિક રીતે બીજેપીને મળતા રહ્યા છે. મધ્ય પ્રદેશમાં બીજેપી પાર્ષદ સ્તરના સો થી વધારે મુસ્લિમ નેતા છે. જો આપણે થોડી ચોક્સાઈપૂર્ણ અને ઉંડી નજર કરીએ તો ખ્યાલ આવે છે કે મુસ્લિમો અને બીજેપી વચ્ચે વિશ્વાસની કમી છે. અને આને દૂર કરવાની જરુર છે.

બીજેપીમાં મુસ્લિમ નેતાઓ ઓછા છે. મુખ્તાર અબ્બાસ નક્વી, એમજે અકબર, શાહનવાઝ હુસૈન, શાજિયા ઈલ્મી જેવા ગણતરીના મુસ્લિમ નેતાઓ બીજેપીમાં છે. મુસ્લિમોને ટિકીટ આપવાના મામલામાં બીજેપી અન્ય પાર્ટીઓથી ખૂબ પાછળ છે. વર્ષ 2017 ની યૂપી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ એકપણ મુસ્લિમ નેતાને ટિકીટ નહોતી આપી. જ્યારે તેમને ભાગીદારી આપવામાં આવશે તો પછી તેમના વોટ પણ મળશે.

મુસ્લિમ ભાગીદારીની વાત કરવામાં આવે તો, દેશમાં વર્તમાન સમયમાં 17.22 કરોડ મુસ્લિમ છે. 16 મી લોકસભામાં 24 મુસ્લિમ એમપી છે. યૂપી કે જ્યાં આશરે 20 ટકા મુસ્લિમ આબાદી છે, ત્યાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં એક પણ મુસ્લિમ એમપી નથી. 2014 લોકસભા ચૂંટણીમાં બીજેપી 428 સીટો પર ચૂંટણી લડી હતી, જેમાં સાત મુસ્લિમ હતા, પરંતુ એક પણ મુસ્લિમ ઉમેદવાર ન જીતી શક્યા. બીજીબાજુ કોંગ્રેસ 464 સીટો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 27 સીટો પર મુસ્લિમ ઉમેદવાર હતા, આ પૈકી 3 મુસ્લિમ ઉમેદવાર જીત્યા હતા.

બીજેપી પ્રવક્તા રાજીવ જેટલીનું કહેવું છે કે ભાજપ “સૌનો સાથ સૌનો વિકાસ”ના મંત્ર પર કામ કરી રહી છે. વિપક્ષી દળ મુસલમાનોને ડર બતાવીને તેમના વોટ પ્રાપ્ત કરે છે. જ્યારે અમે લોકો તેમના માટે કામ કરીએ છીએ. મુસ્લિમ મહિલાઓને અમે અધિકાર આપ્યો છે. ત્યારે હવે આ વખતે પાર્ટીને પહેલાથી વધારે મુસ્લિમ વોટ પ્રાપ્ત થશે.