લંડનમાં હું ભારત-વિરોધી કંઈ બોલ્યો નહોતોઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટનમાં એમનો ટૂંકો પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે અને સંસદના બજેટ સત્રના દ્વિતીય ચરણમાં હાજરી આપવા આજે પહોંચ્યા હતા. બ્રિટનમાં એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના કાર્યક્રમ અનેક કાર્યક્રમોમાં સંબોધન કર્યું હતું.

‘તમે બ્રિટનમાં ભારત-વિરોધી નિવેદનો કર્યા હતા એવો ભાજપનો આરોપ છે’, એવું એએનઆઈ સમાચાર સંસ્થાએ પૂછતાં કેરળના વાયનાડના સંસદસભ્ય રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું (લંડનના સેમિનારમાં) ભારત-વિરુદ્ધ કંઈ બોલ્યો નહોતો. જો એ લોકો મને સંસદની અંદર બોલવાની પરવાનગી આપશે તો આ આક્ષેપોનો જવાબ આપીશ.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]