મુંબઈમાં H3N2 ફ્લૂના ચાર દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

મુંબઈઃ મહાનગરપાલિકા વહીવટીતંત્ર (BMC)એ જાણકારી આપી છે કે મુંબઈમાં બુધવારે 32 દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમાંના ચાર દર્દીઓને H3N2 ઈન્ફ્લૂએન્ઝાનો ચેપ લાગ્યો છે જ્યારે બાકીના 28 જણને H1N1 વાઈરસ લાગુ પડ્યો છે.

આ તમામ દર્દીઓની તબિયત હાલ સ્થિર છે. ફ્લૂ બીમારીના કેસ વધી રહ્યા હોવાથી મહારાષ્ટ્ર સરકારે આજે એક બેઠક બોલાવી છે જેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહેશે. તમામ હોસ્પિટલોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. H3N2 બીમારી જીવલેણ નથી. યોગ્ય મેડિકલ સારવારથી એ મટી શકે છે. તેથી ગભરાવાની જરૂર નથી, એમ રાજ્યના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે કહ્યું છે.