નવી મુંબઈમાં ધોળે દિવસે બિલ્ડરની ગોળી મારીને હત્યા

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરમાં આજે સાંજે એક જાણીતા બિલ્ડરની ગોળી મારીને હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે. અહેવાલો અનુસાર, સવજીભાઈ પટેલ નામના બિલ્ડરને ગોળી મારીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ઈમ્પિરીયા ગ્રુપના એક પાર્ટનર અને 65 વર્ષીય સવજીભાઈ નવી મુંબઈના નેરુળ ઉપનગરમાં સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે કોઈક કામસર એમની કારમાં નીકળ્યા હતા. સેક્ટર નંબર 6 ખાતે મોટરસાઈકલ પર સવાર થયેલા બે જણે એમની કારને આંતરી હતી અને અચાનક એમની પર બેફામ ગોળીબાર કર્યો હતો. સવજીભાઈને ત્રણ ગોળી વાગી હતી અને એ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. સવજીભાઈ નવી મુંબઈમાં બાંધકામ ઉદ્યોગમાં મોટું નામ છે. એમની હત્યાથી શહેરના અન્ય ઉદ્યોગપતિઓમાં ચિંતા ફેલાઈ છે.

પોલીસે આ ઘટનામાં તપાસ આદરી છે. તેનું માનવું છે કે પ્રાથમિક રીતે જોતાં આ હત્યા કોઈક નાણાકીય વ્યવહારને કારણે થઈ હોવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]