નવી દિલ્હીઃ કોવિડ-19ની સાથે જંગ લડતા લોકોને સૌથી પહેલા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત જે લોકોને એની સૌથી વધુ જરૂર છે, તેમને માટે વેક્સિન સુલભ બનાવવામાં આવશે, પછી ભલે એ તેમને પરવડે કે ના પરવડે, એમ એક અહેવાલ કહે છે. કેન્દ્રીય હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મંત્રાલય આગામી વર્ષના મધ્ય ભાગ સુધી દેશમાં 40થી 50 કરોડ વેક્સિનના ડોઝ વિતરિત કરવાની આશા રાખી રહ્યું છે, એમ કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને ગ્રુપ ઓફ મિનિટસ્ટર્સને વાતચીતમાં કહ્યું હતું, એમ અહેવાલ કહે છે.
ફ્રન્ટલાઇન વર્કર્સની ઓળખનું કામ કરવાનું કામ ડિજિટલ પ્લેટફોર્મનું રિકેલિબ્રેશન, નોન-વેક્સિનના પુરવઠા માટે લોજિસ્ટિક, કોલ્ડ ચેઇનની વૃદ્ધિને વિસ્તરણ કાર્ય યોજના અનુસાર કરવામાં આવી રહ્યું છે, એમ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશનના વડા વીકે પોલે જણાવ્યું હતું.
નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશનની સમિતિ કે જે વેક્સિન માટે સંભવિત પહેલા ઉમેદવારોની યાદી તૈયારી કરી રહી છે, જેમાં ડો. વીકે પોલ, એમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા, વિદેશ બાબતોના પ્રતિનિધિઓ, બાયોટેક્નોલોજી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ, નેશનલ એઇડસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ રાજ્યોના પ્રતિનિધિઓ સામેલ છે. તેમણે વ્યાપક ઊંડો અભ્યાસ કર્યો છે અને લોકોની પ્રાથમિકતા અનુસાર વેક્સિન તેમને આપવામાં આવશે. સમિતિએ અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ અને WHO પાસેથી આના માટે પ્રેરણા લીધી છે.
આરોગ્ય મંત્રાલયે એ પણ કહ્યું છે કે eVIN નેટવર્ક જે વેક્સિનનો તાજો સ્ટોક, સંગ્રહ સુવિધાનું તાપમાન અને જિયોટેગ હેલ્થ સેન્ટર્સને ટ્રેક કરી શકે છે અને કોવિડ-19ની વેક્સિનને ડિલિવરી માટે એને પુનઃખરીદી કરવામાં આવી રહી છે.
હાલમાં ભારતમાં ત્રણ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે, જેમાં ભારત બાયોટેક ઇન્ટનેશનલ લિમિટેડ, અને ICMRની કોવાક્સિન સામેલ છે, જે ભારતની પહેલી સ્વદેશી વેક્સિન બની શકે છે, હાલમાં એનું પરીક્ષણ બીજા તબક્કામાં ચાલી રહ્યું છે.
ઝાયડસ કેડિલા દ્વારા ZyCoV-Dનું ક્લિનિકલ પરીક્ષણ બીજા તબક્કામાં છે. જ્યારે છેલ્લી અને સૌથી આગળ એસ્ટ્રાઝેનકાની કોવિડ-19ની વેક્સિન છે, જે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવી છે અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદન હાથ ધરવામાં આવી રહ્યું છે.