કોરોનાના નવા 67,708 કેસ, 680નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 73 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 67,708 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 680 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 73,07,097 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,11,266 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 63,83,441 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 81,541 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,12,390એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 86.78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.53 ટકા થયો છે.

કોરોનાથી વ્યક્તિને કાયમ માટે બહેરાશની શક્યતા

તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધનમાં થયેલા ખુલાસા પ્રમાણે કોરોના વાઇરસ વ્યક્તિને હંમેશાં માટે બહેરાશ આવી શકે છે. વ્યક્તિની સાંભળવાની શક્તિ કાયમ માટે છીનવાયાનો ભય રહે છે એમ બ્રિટનની એક યુનિવર્સિટીએ આ ખુલાસો કર્યો છે.

યુનિવર્સિટી કોલેજ લંડનની જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે 45 વર્ષીય એક કોવિડ-29 અને અસ્થમાંથી સંક્રમિત વ્યક્તિને ICUમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો. દર્દીને અહીં એન્ટિ વાઇરલ ડ્રગ રેમેડિસવીર અને નસોમાં સ્ટેરોઇડ આપવામાં આવતું હતું. ICUમાંથી બહાર આવ્યા બાદ તે દર્દીને એક સપ્તાહ બાદ કાનમાં અજીબ પ્રકારની ઝણઝણાહટ થવા લાગી હતી અને ત્યાર બાદ તે કાનની સાંભળવાની શક્તિ ગુમાવી બેઠો હતો. આ ઘટના બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે દર્દીને કાનની કોઈ સમસ્યા નહોતી. જેથી તેને એવી કોઈ જ દવા આપવામાં આવી ન હતી જેથી તેની સાંભળવાની શક્તિ ઉપર અસર પડે.

વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે તેને ફ્લુ કે એચઆઇવી પણ ન હતો. માટે ઓટોઇમ્યૂનની સમસમ્યાના પણ કોઈ સંકેત જોવા મળ્યા ન હતા. જે સાંભળવાની શક્તિની મુશ્કેલી સાથે જોડાયેલા હોય. આ ઉપરાંત સંબંધિત વ્યક્તિને પહેલાં ક્યારે પણ સાંભળવા સાથે સંકળાયેલી કોઈ પણ સમસ્યા નહોતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.