નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ સંરક્ષણપ્રધાન એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ગુરુવારે ભાજપમાં સામેલ થયા હતા. નવી દિલ્હીમાં ભાજપના વડા મથકમાં કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભાના નેતા પીયૂષ ગોયલે અને કેન્દ્રીય પ્રધાન વી. મુરલીધરનને તેમની પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરાવી હતી.
અનિલ એન્ટનીએ વડા પ્રધાન મોદી પરની વિવાદસ્પદ BBC ડોક્યુમેન્ટરીની કેરળમાં સ્ક્રીનિંગ કરવાનો ટ્વીટ કરીને એનો વિરોધ કર્યો હતો. તેમણે વિરોધનું ટ્વીટ પરત લેવા માટે દબાણ નાખવાને ‘અસહિષ્ણતાથી દબાણ કરવાના’ કરાર આપ્યું હતું. ત્યાર બાદ તેમણે જાન્યુઆરીમાં પાર્ટીના બધાં પદો પરથી રાજીનામું આપી દીધું હતું.કોંગ્રેસના વલણને ફગાવતાં તેમણે કહ્યું હતું કે BBC ડોક્યુમેન્ટરી બતાવવી એ ખતરનાક મિશાલ છે. તેમના નિવેદન પછી તેમણે કોંગ્રેસની અંદર ગંભીર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપના વડા મથક પર પાર્ટીમાં સામેલ થવાના પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય મહા સચિવ તરુણ ચુગ, રાજ્યસભા સભ્ય અને ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બલૂની પણ હાજર હતા.
