નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે તેણે રાજ્યો તથા કેન્દ્રશાસિત રાજ્યોને અત્યાર સુધીમાં કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓનાં 23 કરોડથી વધારે મફત ડોઝ પૂરાં પાડ્યા છે. આમાં 21 કરોડ 71 લાખ ડોઝનો વપરાશ થઈ ગયો છે અને અમુક શીશીનો બગાડો પણ થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કેન્દ્રએ આપેલી મફત રસીઓનાં હજી 1 કરોડ 64 લાખ ડોઝ પડ્યાં છે.