રાજસ્થાનની સરકારના કેબિનેટ મંત્રી કિરોડી લાલ મીણાનું રાજીનામું

નવી દિલ્હીઃ રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ જે કહ્યું હતું, એ કરીને પણ બતાવ્યું છે. તેમણે બધાં પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજીનામાનું એલાન કર્યું હતું. કિરોડીલાલ મીણા રાજસ્થાનની ભજનલાલ સરકાર કેબિનેટ મંત્રી છે. તેમને CM ભજનલાલે તેમને રાજીનામું આપવાની ના પાડી હતી, પણ તેમણે બધાં પદો પરથી રાજીનામું આપ્યું છે.

વાસ્તવમાં લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી અટકળોનું બજાર ગરમ હતું કે કિરોડીલાલ રાજીનામું આપે એવી શક્યતા છે. વાસ્તવમાં તેઓ દૌસાથી ચૂંટણી હારી ગયા છે. તેમને રાજસ્થાનમાં ભાજપના મોટા નેતા માનવામાં આવે છે. વાસ્તવમાં તેમણે કહ્યું હતું કે દૌસામાં વડા પ્રધાન મોદીએ મને સાત સીટોની જવાબદારી સોંપી છે. આ વખતે જો આ સાત સીટોમાંથી એક પણ સીટ હારી ગયા તો હું કેબિનેટ મંત્રીના પદથી રાજીનામું આપી દઈશ. વિપક્ષ તેમના પર સતત નિશાન સાધતો હતો. તેમણે હારની નૈતિક જવાબદારી લીધી હતી. જોકે તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં નથી આવ્યો.

કોણ છે કિરોડી લાલ મીણા?

કિરોડી લાલ મીણા રાજ્યસભા સાંસદ હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને સવાઈ માધોપુરથી ચૂંટણી ઊભા રાખ્યા હતા, જેમાં તેમણે જીત મેળવી હતી, પરંતુ લોકસભા ચૂંટણી 2024માં તેઓ દૌસાથી હારી ગયા હતા. તેઓ બે વાર લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ પાંચ વાર વિધાનસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમને ભાજપે રાજ્યમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ લોકસભા ચૂંટણીમાં દૌસાથી ચૂંટણી હાર્યા પછી તેમના રાજીનામાની અટકળો ચાલતી હતી.