દેશમાં સાત દિવસની અંદર લાગુ થશે CAA: શાંતનુ ઠાકુર

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં એક જનસભામાં કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો હતો કે સિટિઝનશિપ એમેડમેન્ટ એક્ટ (CAA) આગામી સપ્તાહ સુધી દેશમાં લાગુ થશે. તેમણે દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે હું આ મંચથી ગેરન્ટી આપું છું કે આવનારા સાત દિવસોમાં માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં, બલકે દેશઆખામાં CAA લાગુ થઈ જશે. તેમણે આ દાવો બાંગ્લા ભાષામાં સંબોધન દરમ્યાન કર્યો હતો.

 આ કાયદો 11 ડિસેમ્બર, 2019એ સંસદમાં પસાર કર્યો હતો, એને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હતી. એના પાસ થયા પછી થયેલા વિરોધી પ્રદર્શનોમાં આશરે 83 લોકોનાં મોત થયા હતા. અને કેટલાય લોકો ઘાયલ થાય હતા, જેથી કેન્દ્રએ એનો નહોતો લાગુ કર્યો.CAA દેશનો કાયદો અને કોઈ પણ તાકાત એને લાગુ કરતાં અટકાવી ના શકે. ઠાકુર પશ્ચિમ બંગાળમાં એક મુખ્ય ભાજપ નેતા, બંગાળ લોકસભા ક્ષેત્રમાં સંસદસભ્ય અને મોદી સરકારમાં પોર્ટ અને જળમાર્ગ  મંત્રાલયના રાજ્ય મંત્રી છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં ગૃહપ્રધાન અમિત શાહે કોલકાતાના પ્રતિષ્ઠિત એસ્પેનેડમાં એક સભાને સંબોધિત કરતાં CAAને લાગુ કરવા પ્રત્યે ભાજપના નેતૃત્વવાળી સરકારૂ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.  ઘૂસણખોરી, ભ્રશ્ટાચાર, રાજકીય હિં, અને પૂર્વ રાજ્યમાં તુષ્ટિકરણ જેવા મુદ્દા પર તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્ર, મમતા બેનરજી પર હુમલો કરતાં શાહે કહ્યું હતું કે દેશમાં CAAને લાગુ કરતાં કોઈ અટકાવી નહીં શકે. તેમણે કહ્યું હતું કે મમતા બેનરજી એનો વિરોધ કરી રહ્યાં છે, પણ એને કોઈ પણ અટકાવી નથી શકતા. આ કાયદો હજી અદ્ધરતાલ છે, કેમ કે વિપક્ષના કડક વલણની વચ્ચે કેન્દ્ર સરકારે અત્યાર સુધી એના નિયમ નથી બનાવ્યા