અને પીએમ મોદી BJP સંસદીય દળની બેઠકમાં ભાવુક થયા

નવી દિલ્હી- ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં જીત મેળવીને ભારતીય જનતા પાર્ટીનો ઉત્સાહ વધુ મજબૂત થયો છે. જલદી જ બન્ને રાજ્યોમાં નવી સરકારની રચના પણ કરવામાં આવશે. આ ઘટનાક્રમ વચ્ચે આજે BJP સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકને સંબોધન કરવા દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કાર્યકર્તાઓ સાથે પોતાના જુના દિવસોની યાદ તાજી કરી હતી.

ગુજરાત ચૂંટણી અંગે પીએમ મોદીએ જણાવ્યું કે, અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી બદલીને જતા રહ્યાં હોવા છતાં ગુજરાત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મજબૂતીથી ઉભી રહી. પીએમ મોદીએ પાર્ટી કાર્યકર્તાઓના કઠીન પરિશ્રમના વખાણ કર્યા અને સરકારની યોજનાઓને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે, આપણે 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. અને સંગઠનને બુથ લેવલ પર વધુ મજબૂત કરવું પડશે.

આ પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીને શુભેચ્છા પાઠવી અને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે સંસદીય કાર્યપ્રધાન અનંતકુમારે પણ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં જીત માટે પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છા પાઠવી બન્ને નેતાઓનું અભિવાદન કર્યું હતું.