હૈદરાબાદઃ ‘કોવેક્સિન’ રસી ઉત્પાદક ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ક્રિષ્ના ઈલાએ જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીનો બીજો ડોઝ લઈ લીધાના છ મહિના પછી જ બૂસ્ટર ડોઝ લેવો જોઈએ.
દુનિયાભરનાં લોકોએ કોરોનાનો બૂસ્ટર ડોઝ લેવાની જરૂરિયાત અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) આજે નિર્ણય લેવાની છે. કોરોના ચેપી બીમારીના કેસ ફરી વધી રહ્યા હોવાથી દુનિયાભરમાં ચિંતા ફેલાઈ છે અને બૂસ્ટર ડોઝ લેવાની જરૂરિયાત વધી ગઈ છે. દુનિયામાં વ્યાપક વસ્તીનું રસીકરણ થઈ રહ્યું હોવાથી બૂસ્ટર ડોઝ આપવાનું પણ આસાન બનશે. પરંતુ, ભારત બાયોટેકના CMD ક્રિષ્ના ઈલાનું કહેવું છે કે વ્યક્તિએ કોરોના રસીનો બીજો ડોઝ લીધાના છ મહિના પછી જ બૂસ્ટર ડોઝ લેવો જોઈએ.