મારુતિની સેલેરિયો લોન્ચઃ એક-લિટર પેટ્રોલમાં 26 કિમીનો દાવો

નવી દિલ્હીઃ અગ્રણી કારઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ નવી હેચબેક સેલેરિયોને ભારતમાં લોન્ચ કરી છે. આ કારને કંપની દેશની સૌથી ફ્યુઅલ-એફિશિયન્ટ કાર તરીકે પ્રમોટ કરી રહી છે. કંપની ઓચા પેટ્રોલે વધુ માઇલેજનો દાવો કરી રહી છે. મારુતિની સેલેરિયોમાં એક લિટરનું નવું ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT K10C એન્જિન છે. જે સ્ટાર્ટ-સ્ટોપ ટેકથી લેસ છે. કંપનીનો દાવો છે આ કારમાં પ્રતિ એક લિટરમાં કાર 26.68 કિલોમીટરનું ARAI સર્ટિફાઇડ માઇલેજ મળશે.

નવી સેલેરિયો જૂના મોડલથી થોડી મોટી છે અને સારા એન્જિન તથા કેટલીક નવી સુવિધાઓની સાથે આવે છે. New Gen Celerioની ડિઝાઇન કંપની- 3D organic sculpted design-વાળી બતાવી રહી છે. આમાં ગ્રાહકને ઓટો ગિયર શિફ્ટની સાથે સ્ટાર્ટ-સ્ટોપનું એન્જિન મળશે. કારની અંદર પણ સારીએવી જગ્યા છે. કેબિન સ્પેશિયસ છે અને સ્ટિયરિંગ વ્હીલમાં માઉન્ટેડ કન્ટ્રોલ્સ છે.

એની કિંમત રૂ. 4.99 લાખથી શરૂ થઈ રહી છે, જે રૂ. 6.94 (એક્સ શોરૂમ-દિલ્હી) લાખ સુધી જશે. મેન્યુઅલ ટ્રિમ્સની કિંમત રૂ. 4.99 લાખથી રૂ. 6.44 લાખની વચ્ચે છે, જ્યારે AGS (ઓટો ગિયર શિફ્ટ)ની આવૃત્તિની કિંમત રૂ. 6.13 લાખથી રૂ. 6.94 લાખની વચ્ચે છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO કેનિચી આયુકાવાએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ભારત હવે વિશ્વ સ્તરે પાંચમું સૌથી મોટું કાર બજાર છે અને મારુતિ સુઝુકીનું એમાં અડધું યોગદાન પર ગર્વ છે. અમે ભારતને વધુ ઊંચાઈએ લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ.

,