લદ્દાખમાં યુદ્ધાભ્યાસ કરતી ભારતીય સેના, ITBP પણ સામેલ

નવી દિલ્હીઃ ભારતીય સેના લદ્દાખમાં યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. અહીં ગરમી હોવાથી સુરક્ષા દળોની તહેનાતી શરૂ થઈ રહી છે. લદ્દાખમાં આયોજિત થનારા આ અભ્યાસ માટે સેના આયોજન કરી રહી છે, જેમાં પેરા મિલિટરી ફોર્સ અને ઇન્ડો તિબેટ બોર્ડર (ITBP) પોલીસ પણ ભાગ લેશે.

આ અભ્યાસથી સુરક્ષા દળોને ચીનની સરહદવાળા વિસ્તારમાં સારો તાલમેલ બેસાડવા માટે સરળતા રહેશે. પેંગોગ લેક એરિયામાં હજી પણ બંને દેશો વચ્ચે ટેન્શન જારી છે. ચીનથી લાગતા લદ્દાખ ક્ષેત્રમાં સુરક્ષા દળોની તહેનાતી કરવામાં આવી રહી છે. આમાં ભારતીય સેના, ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ અને ભારતીય વાયુ સેના પણ સામેલ છે. ચીનની સાથે ટેન્શનને જોતાં સુરક્ષા દળોની તહેનાતી વધારવામાં આવી છે.

આ વિસ્તારમાં સેનાને હાઇ અલર્ટ પર રાખવામાં આવી છે. ગયા વર્ષે આ સીઝનમાં ચીનની સેનાએ ભારતીય વિસ્તારોમાં અતિક્રમણ કર્યું હતું, જે પછી ભરાત-ચીન સૈનિકોની વચ્ચે પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ઘર્ષણ રહ્યું હતું. આ સિવાય ગલવાન ખીણમાં હિંસક ઝડપ પણ થઈ હતી. જે પછી બંને દેશોની વચ્ચે પેંગોગ ત્સો લેક ક્ષેત્રથી ડિસએગેજમેન્ટને લઈને સહમતી મની અને તણાવ ઓછો થયો. હજી સ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય નથી થઈ. હજી ત્યાં સેનિકોને તહેનાત કરવામાં આવી રહ્યા છે.

જનરલ એમ એમ નરવણેએ કહ્યું હતું કે નવ રાઉન્ડની કમાન્ડર સ્તરની વાતચીત થઈ ચૂકી છે. આપણે કોઈ જમીન નથી ગુમાવી.