બિહારમાં 75 ટકા અનામતવાળું બિલ વિધાનસભામાં પસાર

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભામાં 75 ટકા અનામત સંશોધન બિલ કાર્યવાહી શરૂ પાસ કરી દેવામાં આવ્યું હતું જે પછી જાતિગત ક્વોટા સુપ્રીમ કોર્ટની નક્કી કરેલી મર્યાદાથી આગળ વધી ગયું છે. આ સંશોધન રાજ્ય સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટેની નવી જોગવાઈ છે.

આ બિલ મુજબ બિહારમાં અત્યાર સુધી પછાત વર્ગ, અત્યંત પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિને 65 ટકા અનામત મળવાની જોગવાઈ છે, જે પછી અનામત વધારીને 75 ટકા લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં બિહારમાં આરક્ષણ મર્યાદા 50 ટકા છે. EWSને આનાથી અલગથી 10 ટકા અનામત મળતી હતી. હવે આ બિલ પસાર થવાથી 50 ટકાની અનામતની મર્યાદા તૂટી ગઈ છે. હવે બિહારમાં કુલ 65 ટકા અનામત મળશે. આ સિવાય EWS માટે 10 ટકા અનામત અલગ રહેશે. એટલે કે હવે અનામતનો વ્યાપ 60 ટકાથી વધીને 75 ટકા થયો છે. આ પહેલાં બિહારમાં નીતીશકુમારની કેબિનેટે અનામતનો વિસ્તાર વધારવાની મંજૂરી આપી હતી.

બિહાર વિધાનસભામાંથી અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અત્યંત પછાત અને પછાત વર્ગને 30 ટકા અનામત મળતી હતી, પરંતુ નવી મંજૂરી મળ્યા બાદ તેમને 43 ટકા અનામતનો લાભ મળશે. એ જ રીતે અગાઉ અનુસૂચિત જાતિ વર્ગને 16 ટકા અનામત હતી, જે હવે તેમને 20 ટકા મળશે. અનુસૂચિત જનજાતિ વર્ગને એક ટકા અનામત હતી, જે હવે તેમને બે ટકા અનામતનો લાભ મળશે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી આર્થિક રીતે પછાત જનરલ કેટેગરી (EWS) માટે 10 ટકા અનામત ઉમેરીને કુલ  75 ટકા કરવામાં આવી છે.