અયોધ્યાઃ જો તમે પરિવાર સાથે અયોધ્યા જઈને રામ મંદિરમાં રામલલ્લાનાં દર્શન કરવા ઇચ્છતા હો બસ 10 દિવસની પ્રતિક્ષા કરો. જો તમે આજથી 10 દિવસ પછ ફ્લાઇટમાં બુકિંગ કરાવશો તો હાલની કિંમતથી એક તૃતીયાંશ એટલે કે 70 ટકા ઓછી કિંમતે એર ટિકિટ મળી જશે.
વળી, અયોધ્યા પહોંચ્યા પછી ના તો કોઈ મારે માથાકૂટ કરવી પડશે, કે ના ભગવાન શ્રીરામના દર્શનમાં વિલંબ થશે. હાલના સમયમાં અયોધ્યા જતી બધી ફ્લાઇટોની કિંમત કેટલાય ગણી વધુ છે. 23 જાન્યુઆરીએ અયોધ્યા જતી મોટા ભાગની ફ્લાઇટની કિંમત રૂ. 10-15,000ની વચ્ચે છે.
અયોધ્યા જવા માટે માત્ર 10 દિવસ પછી ટિકિટ બુક કરાવશો તો એ ટિકિટ તમને રૂ. ત્રણ-ચાર હજારની વચ્ચે મળી જશે. 10 દિવસ પછી દિલ્હીથી અયોધ્યા જવા માટે રૂ. 3522થી માંડીને રૂ. 4408ની વચ્ચે એર ટિકિટ ઉપલબ્ધ છે.
જો તમે અયોધ્યાથી ચોથી ફેબ્રુઆરીની પરત આવવાની ટિકિટ કરાવશો તો એ સ્પાઇસ જેટ એરલાઇન્સ માત્ર રૂ. 3022માં ટિકિટ ઉપલબ્ધ કરાવી રહી છે. જોકે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ટિકિટો થોડી મોંઘી છે. દિલ્હીથી અયોધ્યાની વચ્ચે હાલ ત્રણ એરલાઇન્સ વિમાનો ઓપરેશન્સ કરી રહ્યાં છે, એમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ, ઇન્ડિગો નેશન અને સ્પાઇસ જેટ સામેલ છે.
અયોધ્યામાં પ્રભુ શ્રીરામ આજે ભવ્ય અને દિવ્ય મંદિરમાં વિરાજમાન થયા. વડા પ્રધાન મોદી અને UPના CM યોગી સહિત સંત સમાજ અને અતિ વિશિષ્ઠ લોકોની ઉપસ્થિતિમાં રામલલ્લાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન આજે પૂરું થયું છે.
ં