ગુવાહાટીઃ આસામના ગુવાહાટી સહિત પૂર્વોત્તરમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો. સવારે 7.51 કલાકે આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 હતી અને ભૂકંપનું કેન્દ્ર આસામના સોનિતપુરમાં બતાવવામાં આવી રહ્યું છે, એમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું. આ આંચકો કેટલીક મિનિટ સુધી અનુભવાયો હતો. લોકો તેમનાં ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે કોઈ પણ વ્યક્તિના ઇજા કે મોત થયું હોવાના અહેવાલ નથી. જોકે ગુવાહાટીના ભવ્ય તાજ વિવાન્તાની દીવાલ અને સીલિંગમાં તિરાડ પડી હતી.
આ ભૂકંપ આસામ સહિત ઉત્તર બંગાળમાં પણ અનુભવાયો હતો.ગુવાહાટીમાં કેટલીય જગ્યાએ વીજળી જતી રહી હતી. આ ભૂકંપનો આંચકો બે વાર અનુભવાયો હતો. પહેલો આંચકો 7.51 કલાકા અને થોડી વાર પછી બીજા બે આંચકા અનુભવાયા હતા. આસામનાં કેટલાંય ઘરોમાં તિરાડ પડી હતી.
Spoke to Assam CM Shri @sarbanandsonwal Ji regarding the earthquake in parts of the state. Assured all possible help from the Centre. I pray for the well-being of the people of Assam.
— Narendra Modi (@narendramodi) April 28, 2021
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ સાથે વાત કરી હતી. તેમણે કેન્દ્ર તરફથી દેરક સંભવ મદદનું આશ્વાસન આપ્યું હતું અને આસામના લોકોના કુશળ હોવાની પ્રાર્થના કરી હતી. હરિયાણાના રોહતક જિલ્લામાં પણ ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
Big earthquake hits Assam. I pray for the well being of all and urge everyone to stay alert. Taking updates from all districts. #earthquake
— Sarbananda Sonowal (@sarbanandsonwal) April 28, 2021
આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ સાથે ગૃહપ્રધાન અમિત શાહે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર આસામના ભાઈ-બહેનોની પડખે ઊભું છે અને દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.
Have spoken to the Chief Minister of Assam, Shri @sarbanandsonwal ji, to assess the condition in different parts of the state after an earthquake. The central government stands firmly with our sisters and brothers of Assam. Praying for everyone’s safety and well-being.
— Amit Shah (@AmitShah) April 28, 2021
આ ભૂકંપે તેજપુરના એક લાખ લોકોનું શહેર ખરાબ રીતે હચમચાવી નાખ્યું છે, જેનું કેન્દ્ર બિંદુ 45 કિલોમીટર દૂર હતું. અનેક લોકો ઘરથી બહાર રસ્તા પર આવી ગયા હતા અને કેટલીક ઇમારતોને પણ નુકસાન થયું હતું.