નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થયું છે. ત્રીજા તબક્કામાં બંગાળમાં 63.1 અને UPમાં 46.78 ટકા મતદાન થયું છે. મહારાષ્ટ્ર અને બિહાર ત્રીજા તબક્કામાં ત્રણ કલાક સુધી દેશમાં 50.71 ટકા મતદાન થયું છે.
દેશમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે જે મતદારો સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાન મથક પર પહોંચી ગયા હશે તેમને ત્યાં સુધી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બપોરે 3 વાગ્યા સુધી 53.60% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 63.11% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 42.63% હતું. આ ઉપરાંત આસામમાં 63.08%, બિહારમાં 46.69%, છત્તીસગઢમાં 58.19%, દાદરા અને નગર હવેલી દમણ દીવમાં 52.43%, ગોવામાં 61.39%, ગુજરાતમાં 47.03%, કર્ણાટકમાં 54.20%, મધ્યપ્રદેશમાં 54.09% ઉત્તર પ્રદેશમાં 46.78% મતદાન થયું હતું.બિહારમાં વોટિંગ દરમિયાન હાર્ટ એટેકથી બે લોકોના મોતના સમાચાર છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળમાં, મુર્શિદાબાદના બીજેપી ઉમેદવાર અને ટીએમસી સમર્થક વચ્ચે ઘર્ષણ થયું.
આ તબક્કામાં, ગૃહ મંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત 7 કેન્દ્રીય મંત્રી અને 4 પૂર્વ મુખ્ય મંત્રીની પ્રતિષ્ઠા દાવ પર છે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ત્રીજા તબક્કામાં કુલ 1352 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 1229 પુરૂષ અને 123 (9%) મહિલાઓ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલ મુજબ, 244 ઉમેદવારો ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવે છે. 392 ઉમેદવારો પાસે 1 કરોડ કે તેથી વધુની સંપત્તિ છે.
ત્રીજા તબક્કા સુધીમાં ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યોમાં આ પ્રમાણે મતદાન થયું છે. આસામમાં 63.08 ટકા, બિહારમાં 46.70 ટકા, છત્તીસગઢમાં 58.20 ટકા, દાદરા નગરહવેલીમાં 52.43 ટકા, ગોવામાં 61.39 ટકા, ગુજરાતમાં 47.03, કર્ણાટકમાં 54.20 ટકા, મધ્ય પ્રદેશમાં 54.09 ટકા, મહારાષ્ટ્રમાં 42.63 ટકા, ઉત્તર પ્રદેશમાં 46.78 ટકા અને પશ્ચિમ બંગાળમાં 63.11 ટકાનું મતદાન થયું હતું.