નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરાના સામેના જંગમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો છે. હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આજે રાત્રે 12 કલાકથી સંપૂર્ણ દેશમાં લોકકડાઉન રહેશે. આ લોકડાઉન 21 દિવસ રહેશે. આ એક કરફ્યુ છે. આ મારા, તમારા અને આપણા માટે કરફ્યુ છે. જો આ 21 દિવસ નહીં સંભાળશો તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે. તેમણે કોરોના સામેના જંગમાં રૂ. 15,000 કરોડ ફાળવ્યા હતા. હિન્દુસ્તાનને બચાવવા માટે હિન્દુસ્તાનીના જીવનને બચાવવા માટે લોકડાઉન કરવામાં આવે છે. કોરોના સામેની નિર્ણાયક લડાઈ માટે આ પગલું ખૂબ આવશ્યક છે. આની કિંમત દેશે બહુ મોટી ચૂકવવી પડશે. વળી એક-એક ભારતીયના જીવન બચાવવા સૌથી પહેલી પ્રાથમિકતા છે. હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે જ્યાં છો ત્યાં જ રહો. મેં ગઈ વખતે કહ્યું હતું કે હું તમારી પાસે કેટલાંક સપ્તાહ માગવા આવ્યો છું. કોરોનાની સાઇકલને તોડવી આ 21 દિવસ બહુ મહત્ત્વના છે. આ વાત હું વડા પ્રધાન તરીકે નહીં પણ તમારા ઘરના સભ્ય તરીકે કરું છું. કોરોના વાઇરસ એટલી ઝડપે ફેલાઈ રહ્યો છે કે બધી તૈયારી છતાં દેશો એ ઝડપી પ્રસરી રહ્યો છે. એક્સપર્ટ પણ કહી રહ્યા છે કે કોરોના માટે એક અસરકારક લડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જ છે. આ સંય આપણા સંકલ્પને વધુ મજબૂત કરવાનો છે. આપણે સંયમ વર્તવાનો છે.
-
વડા પ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન… - કોરોના અને તમારી વચ્ચે આવ્યો છું
- દરેક ભારતીયએ 22 માર્ચે પૂરી જવાબદારી સાથે એનું પાલન કર્યું
- આબાલવૃદ્ધે મળીને જનતા કરફ્યુને સફળ બનાવ્યો
- એક દિવસના જનતા કરફ્યુને માટે આપ સૌ પ્રશંસાને પાત્ર છો.
- વિશ્વની સ્થિતિને જુઓ અને વિકસિત દેશો પણ કોરોના સામે લાચાર છે.
- તેમની પાસે સંસાધનોની કોઈ કમી નથી, છતાં આ દેશોમાં પડકાર વધતો જ ગયો
- આ દેશોમાં સાવચેતી છતાં પડકારો વધતા જ જાય છે.
- આ રોગ સામે એક અસરકારક નુસખો એ છે સોશિયલ ડિસ્ટન્સિંગ
- કોરોનાને ફેલાતો અટકાવવા માટે એની સંક્રમણની સાઇકલને તોડવી જ પડશે.
- કેટલાક લોકોનું માનવું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ માત્ર દર્દીને માટે જ છે.
- કેટલાક લોકોની લાપરવાહી, કોઈની બેજવાબદારીથી દેશ સંકટમાં મુકાઈ જશે
- જો બેજવાબદારીની કિંમત ભારતે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.
- રાજ્ય સરકારે ઘણા રાજ્યોમાં લોકડાઉન કર્યાં
અન્ય દેશોના અનુભવો પરથી આપણે સાવચેતી દાખવવાની છે - આખા દેશમાં આજે રાત્રે 12 કલાકથી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે
- દેશનાં દરેક રાજ્યમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન કરવામાં આવશે
- કોરોના સામે નિર્ણાયક લડત માટે આ બહુ આવશ્યક છે
- આ મહામારીની બહુ મોટી આર્થિક કિંમત દેશે ચૂકવવી પડશે.
- ઘરેથી નીકળવા પર સંપૂર્ણ પાબંધી
- હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે ઘરમાં જ રહો
- ઘરની બહાર લક્ષ્મણરેખા ખેંચાયેલી છે
- જો તમે જરાક બહાર નીકળશો તો કોરોના ઘરમાં લઈ આવશો
- જે વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે એને માલૂમ જ નથી એ કોરોનાગ્રસ્ત છે.
- સર્તક રહીએ, સલામત રહીએ અને સ્વસ્થ રહીએ
તેમણે કહ્યું કે મને એક બેનર બહુ ગમ્યું છે અને આ બેનર એટલે કોરોના એટલે કોરોના એટલે કોઈ રોડ પર ના નીકળે
|