કોટાઃ રાજસ્થાનના કોટાથી એક મોટી દુર્ઘટનાના બની રહ્યા છે. અહીં શિવ શોભાયાત્રામાં ઇલેક્ટ્રિક શોક લાગવાથી 14 બાળકો દાઝી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે ચારે તરફ ચીસાચીસ થઈ હતી. લોકો આ બાળકોને લઈને હોસ્પિટલ તરફ દોડતા ગયા હતા. હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
કોટામાં બધાં બાળકોની સારવાર માટે MBS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ બાળકોની હાલત અત્યંત ગંભીર છે. આ ઘટના બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી, હાલમાં પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ વાહનો ઘટનાસ્થળે હાજર છે. આસપાસના લોકો ગભરાટમાં છે.
આ ઘટના કુન્હાડી થર્મલ ચાર રસ્તાની પાસે બપોરે આશરે 12.30 કલાકે બની હતી. ડોક્ટરો આ બાળકોની સારવાર કરી રહ્યા છે. આ ઘટના સક્તપુર કાળી વસતિમાં શિવયાત્રા દરમ્યાન બની હતી. આ દુર્ઘટનામાં હાઇટેન્શન વીજળીના તાર બહુ નીચે છે.એને કારણે 14 બાળકો કરંટની ચપેટમાં આવ્યા હતા અને રસ્ત પર એક ખાડો પણ થયો હતો. આ દુર્ઘટના વીજ વિભાગની બેદરકારીને કારણે થયો હતો. એની બેદરકારીની સજા બાળકોને મળી રહી છે.