દાંતેવાડાઃ છત્તીસગઢના દાંતેવાડામાં IED બ્લાસ્ટમાં 11 જવાનો શહીદ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ નક્સલી હુમલા પછી પણ પોલીસ અને નક્સલીઓની વચ્ચે અથડામણ જારી છે. જોકે હવે અહીં CRPFએ મોરચો સંભાળી લીધો છે. ગૃહપ્રધાન અમિત શાહે છત્તીસગઢના મુખ્ય પ્રધાનને આ મુદ્દે દરેક સંભવ મદદની ખાતરી આપી હતી.
છત્તીસગઢના દાંતેવાડા જિલ્લાના અરનપુરની પાસે DRG (જિલ્લા રિઝર્વ ગાર્ડ)ના જવાનોને લઈ જઈ રહેલા એક વાહન પર IED હુમલો થયો હતો. IEDને નક્કસલીઓએ પ્લાન્ટ કર્યો હતો. આ હુમલાને લઈને મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે કહ્યું હતું કે નક્સલીઓને છોડવામાં નહીં આવે.
છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે દાંતેવાડામાં સુરક્ષા કર્મચારીઓ પર નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED હુમલામાં 11 જવાનોનાં મોતના અહેવાલ પર કહ્યું હતું કે અમારી પાસે એવી સૂચના છે. એ બહુ દુખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રતિ માટી સંવેદનાઓ છે. આ લડાઈ અંતિમ તબક્કામાં છે. અમે યોજનાબદ્ધ રીતે નક્સલવાદને ખતમ કરીશું. નક્સલવાદીઓને છોડવામાં નહીં આવે.
મુખ્ય પ્રધાને ટ્વિટર પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે દાંતેવાડાના અરનપુર ક્ષેત્રમાં માર્યા ગયેલા 10 જવાનોનાં મોત અત્યંત દુખદ છે. DRG જવાન અને ડ્રાઇવર પણ શહીદ થવાના સમાચાર દુખદ છે.
આ પહેલાં નવ માર્ચે છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓની વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે એન્કાઉન્ટરમાં પાંચથી છ નક્સલી જખમી થયા છે.