લખનૌઃ ઉત્તર પ્રદેશમાં મતદાર યાદીના 26 ડિસેમ્બરેની SIR ફોર્મ જમા કરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. નિર્ધારિત સમય સુધી ફોર્મ ન ભરનાર 2.89 કરોડ મતદાતાઓનાં નામ હવે મતદાર યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયામાં છે. ચૂંટણી પંચના આંકડા મુજબ તેમાં મોટી સંખ્યામાં સ્થળાંતરિત, મૃત્યુ પામેલા, ડુપ્લિકેટ અને ગેરહાજર મતદાતાઓ સામેલ છે.
જોકે ચૂંટણી પંચનું કહેવું છે કે રાજ્યમાં 90 ટકા મતદાર મેપિંગ પૂર્ણ થઈ ચૂકી છે અને સમયમર્યાદામાં કોઈ વધારો કરવામાં નહીં આવે. 31 ડિસેમ્બરથી SIR માટે દાવો-આપત્તિ પ્રક્રિયા શરૂ થશે.સિદ્ધાર્થનગરમાં ચાર લાખ મતદાતાઓનાં નામ કપાવાની શક્યતા
સિદ્ધાર્થનગર જિલ્લામાં SIR પ્રક્રિયા હેઠળ મોટી સંખ્યામાં મતદાતાઓનાં નામ મતદાર યાદીમાંથી દૂર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રશાસનિક આંકડાઓ મુજબ જિલ્લામાં લગભગ 4 લાખ મતદાતાઓ અસરગ્રસ્ત થઈ શકે છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે:
77,664 મતદાતાઓને મૃત જાહેર કરવામાં આવ્યા
1,04,768 મતદાતાઓને સ્થળાંતરિત શ્રેણીમાં મૂકવામાં આવ્યા
પ્રશાસનની રિપોર્ટ મુજબ, જિલ્લામાં 2.32 લાખ મતદાતાઓ મેપિંગ પ્રક્રિયા બહાર રહી ગયા છે..
આમાં કપિલવસ્તુ વિધાનસભા ક્ષેત્ર સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું છે. મેપિંગ બહાર રહેલા પાત્ર મતદાતાઓને ફરીથી જોડવા માટે પ્રશાસન વિશેષ સુધારા અભિયાન ચલાવવાની વિચારણા કરી રહ્યું છે.
ડ્રાફ્ટ મતદાર યાદી 31 ડિસેમ્બર 2025ને જાહેર થશે
ચૂંટણી પંચ મુજબ 31 ડિસેમ્બર 2025એ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે
31 ડિસેમ્બર 2025 – 30 જાન્યુઆરી 2026: દાવો અને આપત્તિનો સમય
31 ડિસેમ્બર 2025 – 21 ફેબ્રુઆરી 2026: ફોર્મ પર નિર્ણય અને નિકાલ
28 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશની અંતિમ મતદાર યાદી જાહેર થશે. ચૂંટણી પંચના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યમાં 90 ટકા મતદાર મેપિંગ પૂર્ણ થઈ ગયું છે અને ડેડલાઇન આગળ નહીં વધારવામાં આવે. હાલ ઉત્તર પ્રદેશમાં 15.4 કરોડથી વધુ નોંધાયેલા મતદાતાઓ છે.



