નાટ્યલેખિકા, દિગ્દર્શક વનલતાબહેન મહેતાની ચિરવિદાય

મુંબઈ – ગુજરાતી રંગભૂમિનાં પીઢ અભિનેત્રી તેમ જ આઈએનટી, ભારતીય વિદ્યા ભવન સાથે સંકળાયેલાં વનલતા મહેતાનું ૯૦ વર્ષની જૈફ વયે નિધન થયું છે. વનુબહેન કે દીદી તરીકે જાણીતાં વનલતાબહેને ગુજરાતી રંગમંચ માટે અભિનય ઉપરાંત લેખન અને દિગ્દર્શન સહિતનો કસબ પણ દાખવેલો છે. તેઓ બાળકોને જીવનમાં આગળ વધવાની તાલીમ આપવા તેમ જ સંસ્કાર સિંચન માટેનાં વ્યાખ્યાનો આપવા તેમ જ લેખનકાર્ય માટે પણ જાણીતા હતાં. વનલતાબહેનનાં નિધનથી માત્ર ગુજરાતી રંગમંચે જ નહીં મુંબઈના ગુજરાતી સમાજે નવી પેઢીનાં બાળકોમાં સંસ્કારોના સિંચનની એક સરવાણી ગુમાવી દીધી છે.
બાળરંગભૂમિ કંઈ બચ્ચાનો ખેલ નથી…
વનલતા મહેતાએ ૨૦૧૫ના જૂનમાં ‘ચિત્રલેખા’ને ‘પ્રિયદર્શિની’ વિભાગ માટે આપેલી મુલાકાતના અંશ અહીં પ્રસ્તુત છે. વાંચવા માટે ક્લિક… https://chitralekha.com/vanlatamehta1.pdf

બાળરંગભૂમિનાં દીદી…

‘વનુબહેન’ કે ‘દીદી’નાં નામે ઓળખાતાં વનલતા મહેતા એટલે ગુજરાતી રંગભૂમિનું એક વરિષ્ઠ સમ્માનીય નામ.
૨૦૧૭માં ‘ચિત્રલેખા’ વાર્ષિક વિશેષાંકની સાથે પ્રકાશિત થયેલી ‘ગૌરવવંતા ગુજરાતીઓ’ની વિશેષ પૂર્તિમાં વનલતા મહેતાની એક ઝલક… https://chitralekha.com/vanlatamehta2.pdf

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]