મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે મુંબઈ તથા પડોશના થાણે, પાલઘર, રાયગડ અને કોંકણ પટ્ટા વિસ્તારમાં આજથી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે અને એ માટે યેલો-એલર્ટ ચેતવણી બહાર પાડી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે 20 જૂનથી 22 જૂન દરમિયાન મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. નૈઋત્યનું ચોમાસું આ વર્ષે મુંબઈમાં મોડું બેઠું છે. વળી, મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કર્યા બાદ એ ગાયબ પણ થઈ ગયું છે. એ હજી સક્રિય થયું નથી. પરંતુ આવનારા દિવસોમાં જ તે સક્રિય થશે એવું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે.