મુંબઈ: અંધેરી ખાતે `સંવેદનનો સ્નૅપશોટ’ નામે ડાયસ્પોરા કવિ સંમેલન યોજાશે

વિવિધ સાહિત્યિક કાર્યક્રમો દ્વારા કળા, સંસ્કૃતિ અને સાહિત્યને આગળ ધપાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. મુંબઈમાં આવા સાહિત્યક કાર્યક્રમોનું આયોજન થતું રહેતું હોય છે. ત્યારે અંધેરી ખાતે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી દ્વારા ગુજરાતી લૉટરી એકેડમી ઑફ નૉર્થ અમેરિકા અને ટહુકો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, નંદિતા ઠાકોર અને મોના નાયક

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી દ્વારા ગુજરાતી લૉટરી એકેડમી ઑફ નૉર્થ અમેરિકા અને ટહુકો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કાંતિ મડિયા – સુરેશ દલાલ પ્રેરિત કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરી, શુક્રવારે સાંજે 6:30 વાગ્યે યોજાશે. એસ. પી. જૈન ઑડિટોરિયમ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (પશ્ચિમ) ખાતે`સંવેદનનો સ્નૅપશોટ’ શીર્ષક હેઠળ આયોજિત કાર્યક્રમ અનેક રીતે રસપ્રદ રહેશે.

ગીની માલવિયા

ડૉ.દિગેશ ચોક્સી, ઉદયન ઠક્કર, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોશી

આ કાર્યક્રમમાં અમેરિકામાં વસતા અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, નંદિતા ઠાકોર અને મોના નાયક કાવ્યપઠન કરશે. અમેરિકાની અકાદમી વતી ગીની માલવિયા તથા ઓરલેન્ડોની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય ડૉ.દિગેશ ચોક્સી પ્રાસંગિક વક્તવ્ય આપશે. ડાયસ્પોરા કવિતા વિશે ઉદયન ઠક્કર વાત કરશે અને સૉનેટનું ગાન સ્નેહલ મુઝુમદાર કરશે. કાર્યક્રમનું સંકલન હિતેન આનંદપરા અને સંચાલન મુકેશ જોશીનું છે.