ચંદીગઢઃ પંજાબ ભાજપમાં હાલના દિવસોમાં રાજકીય હલચલ તેજ બની છે. ભૂતપૂર્વ IAS અધિકારી અને ભાજપા નેતા ડો. જગમોહન સિંહ રાજુએ પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટી હાઈકમાન્ડને પત્ર લખીને વિનંતી કરી છે કે હાલ તેમને કોઈ પણ સંગઠનાત્મક જવાબદારી સોંપવામાં ન આવે. તેમનું કહેવું છે કે પંજાબ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેઓ પોતાનો સંપૂર્ણ સમય આપવા માગે છે. પ્રાપ્ત માહિતી મુજબ પાંચ જૂને રાજૂએ ભાજપના મહાસચિવ મંત્રી શ્રીનિવાસુલુને આ પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે જણાવ્યું કે છેલ્લાં ચાર વર્ષ દરમિયાન પંજાબ ભાજપના ઉપાધ્યક્ષ અને મહાસચિવ તરીકે તેમણે સંગઠન માટે ઘણું કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ ભાજપે કેવલ સિંહ ઢિલ્લોને પંજાબ ભાજપના નવા પ્રદેશાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમની નિમણૂક બાદ રાજુનો આ પત્ર ચર્ચાનો વિષય બની ગયો છે. હકીકતમાં, પ્રદેશ અધ્યક્ષપદની દોડમાં ડો. જગમોહન સિંહ રાજુનું નામ પણ મુખ્ય દાવેદારોમાં ગણાતું હતું, પરંતુ અંતે પાર્ટી નેતૃત્વે કેવલ સિંહ ઢિલ્લોં પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પત્રમાં રાજુએ જણાવ્યું કે હાલમાં પંજાબ સાથે જોડાયેલા અનેક એવા મુદ્દાઓ છે, જેના પર તેમને ગંભીરતાથી કામ કરવું છે. તેમાં અમ્રિતસરને પવિત્ર શહેર જાહેર કરવાની માગ, યુવાનોને શૈક્ષણિક સહાય ઉપલબ્ધ કરાવવાનો મુદ્દો અને વિવિધ સમુદાયોના બંધારણ અધિકારોની સુરક્ષા જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. તેઓ આ તમામ મુદ્દાઓ પર સક્રિય રીતે કામ કરવા માગે છે. રાજુનું માનવું છે કે આ મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવવા માટે પૂરતા સમયની જરૂર છે. તેથી જ તેમણે પાર્ટીને વિનંતી કરી છે કે હાલ તેમને કોઈ પણ સંગઠનાત્મક જવાબદારીથી દૂર રાખવામાં આવે. જોકે અત્યાર સુધી ભાજપના કોઈ વરિષ્ઠ નેતાએ રાજુના પત્ર અંગે જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.
पंजाब भाजपा के प्रदेश महासचिव जगमोहन सिंह राजू ने दिया इस्तीफा pic.twitter.com/SsAhhFfLVf
— Ulta Chasma Uc (@ultachasmauc) June 8, 2026
બીજી તરફ, પંજાબ ભાજપના નવા અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોં પણ ચર્ચામાં છે. તાજેતરમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તેમની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા. અમરિંદર સિંહે કહ્યું હતું કે ઢિલ્લોન મારા સારા મિત્ર છે, પરંતુ પ્રદેશ અધ્યક્ષ પદ માટે તેઓ યોગ્ય પસંદગી નથી.






