ભિવંડીમાં ઓટોરિક્ષા નાળામાં પડતાં 3 મહિલાનું મરણ, અન્ય ચારને ઈજા

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં આજે બનેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક ઓટોરિક્ષા એક નાળામાં પડી જતાં એમાં બેઠેલી ત્રણ મહિલાનું મૃત્યુ થયું છે તથા અન્ય ચાર જણ ઘાયલ થયા છે. મૃતકો ઓટોરિક્ષા ડ્રાઈવરનાં સગાંસંબંધી હતાં.

આ દુર્ઘટના બુધવાર-ગુરુવારની મધરાતે મુંબઈ-નાશિક હાઈવે પર થઈ હતી. અકસ્માતમાં રિક્ષા ડ્રાઈવરની પત્ની, પુત્રી અને સાળીનું મૃત્યુ થયું છે. તેઓ મુંબઈથી ભિવંડી પાછા ફરતા હતા ત્યારે અકસ્માત થયો હતો. રાહદારીઓએ બચાવ પ્રયત્નોમાં મદદ કરી હતી. ઈજાગ્રસ્ત લોકો પણ ડ્રાઈવરના સગાંસંબંધી છે.