ગાંધીનગર: ગિફ્ટ સિટી સર્કલથી પાલજ તરફ જઈ રહેલી સ્કૂલવાને અચાનક કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે વાનમાં સવાર વિદ્યાર્થીઓએ ડરના કારણે ચીસાચીસ કરી હતી. અકસ્માતમાં 9 વિદ્યાર્થીને ઈજા પણ પહોંચી છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.
માહિતી અનુસાર આ સ્કૂલવાનમાં ક્ષમતા કરતા વધુ એટલે કે અંદાજિત 16 જેટલા બાળકો બેસાડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. કુલ 16માંથી 9 બાળકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. આ પૈકી 2 બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી પણ સામે આવી છે. બાકીના 7 બાળકને નાની-મોટી ઈજાઓ થઈ છે, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
માહિતી અનુસાર આ સ્કૂલવાનમાં ક્ષમતા કરતા વધુ એટલે કે અંદાજિત 16 જેટલા બાળકો બેસાડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. કુલ 16માંથી 9 બાળકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. આ પૈકી 2 બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી પણ સામે આવી છે. બાકીના 7 બાળકને નાની-મોટી ઈજાઓ થઈ છે, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ વાહનોમાં સુરક્ષાના નિયમો અને બાળકોની સંખ્યાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. વાલીઓમાં પણ આ સમાચારને પગલે ભારે ચિંતા વ્યાપી ગઈ છે. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.




