મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનું નામાકરણ કરાયા બાદ હવે અહમદનગરનું નામ બદલવાની પણ માગણી કરવામાં આવી છે. આને પગલે સમાજવાદી પાર્ટીના નેતા અને વિધાનસભ્ય અબૂ આઝમીએ સીધું મહારાષ્ટ્ર રાજ્યનું જ નામ બદલવાની માગણી કરી છે.
એમણે કહ્યું છે, મહારાષ્ટ્રમાં કોઈ ચોક્કસ જિલ્લાનું નામ બદલવાને બદલે મહારાષ્ટ્રનું જ નામ બદલવું જોઈએ. નાના જિલ્લાઓનાં નામ બદલવાનો કોઈ જ અર્થ નથી. મહારાષ્ટ્રને છત્રપતિ સંભાજી મહારાજનું નામ આપવું જોઈએ. તો અમે સરકારના નિર્ણયને ટેકો આપીશું. શહેરોનાં મુસ્લિમ નામ બદલવા એ સમાજનું ધ્રુવીકરણ કરવાનો પ્રયત્ન છે. થાણે, નવી મુંબઈ, રાયગડનું પણ નામકરણ કરવું જોઈએ.