મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરેલાં પ્રવક્તા-નેતા નુપૂર શર્માને મોહમ્મદ પયગંબર વિરુદ્ધની ટિપ્પણીના કેસમાં હાજર થવાનું પડોશના થાણે જિલ્લાના ભિવંડી શહેરની પોલીસે સમન્સ મોકલ્યું છે. તે અનુસાર હાજર થઈને નિવેદન નોંધાવવા માટે નુપૂર શર્માએ સમય માગ્યો છે.
ભિવંડી પોલીસના એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે નુપૂર શર્માને વધુ સમય મંજૂર કરવામાં આવ્યો છે, તેથી તેઓ આજે પોલીસ સમક્ષ હાજર નહીં થાય. જોકે નુપૂરને ચોક્કસ કેટલો સમય મંજૂર કરાયો છે તે પોલીસ અધિકારીએ જણાવ્યું નથી. એક ટીવી ન્યૂઝ ડીબેટમાં પયગંબર વિશે વાંધાજનક કમેન્ટ્સ કરવા બદલ નુપૂર શર્મા સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ રઝા એકેડેમી સંસ્થાના એક પ્રતિનિધિએ ગઈ 30 મેએ નોધાવી હતી.
Nupur Sharma seeks time to appear before Maharashtra police in prophet remark row