મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ વિભાગના અધિકારીઓએ અહીંના ધારાવી વિસ્તારમાં કેફી પદાર્થોની સપ્લાઈ કરતી આંતર-રાજ્ય ડ્રગ્સ દાણચોરોની સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો છે. અધિકારીઓએ ચાર દિવસ સુધી હાથ ધરેલા ઓપરેશનમાં પાંચ જણની ધરપકડ કરી છે.
અધિકારીઓએ મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં અનેક સ્થળે દરોડા પાડીને કેફી પદાર્થ CBCSની 1,407 બોટલ (140 કિ.ગ્રા.) અને 6,000 નાઈટ્રાઝીપામ ગોળીઓ (3.6 કિલોગ્રામ)નો જથ્થો કબજે કર્યો છે. દાણચોરોએ આ જથ્થો ગેરકાયદેસર રીતે અહીં ઘૂસાડ્યો હતો. આંતર-રાજ્ય ડ્રગ્સ દાણચોરોની એક ટોળકી મુંબઈમાં સક્રિય હોવા વિશે એનસીબી-મુંબઈના અધિકારીઓને બાતમી મળી હતી.